Gujarat

પાનોલી જી.આઇ.ડી.સી.મા આવેલ એચ.પી. ફાર્મા કંપની  દ્વારા જાહેર રસ્તા પર કેમિકલ યુક્ત જળ પ્રદૂષણ ફેલાવતા જી.પી.સી.બી ની નોટિસ 

વિરલ ગોહિલ, ભરૂચ
 કેમીકલયુક્ત જળ પ્રદૂષણ છોડનાર પાનોલીની કંપની સામે નોટિસ ફટકારાતા ઉદ્યોગ જગતમાં હડકંપ અને પર્યાવરણ પ્રેમીમાં રાજીપો.
– કડક હાથે કામ લેવાશે તો જ પર્યાવરણ બચાવાશે : GPCB  ના આરો અંકલેશ્વર ડિવિઝન રાખોલીયા સાહેબ.
પાનોલીમાં ફરી એકવાર  પર્યાવરણ શત્રુ કંપની એચપી ફાર્મા જાહેરમાં કેમિકલ યુક્ત પ્રદુષિત પાણીનાે નિકાલ કરતા રંગેહાથ ઝડપાઈ ગઈ છે. ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડે પાનોલીની એચ.પી. ફાર્માને પર્યાવરણ સાથે ચેડાં કરવા બદલ નોટિસ પણ આપી દીધી છે.
અંકલેશ્વર GPCB ના અધિકારી વિજય રાખોલીયાએ કહ્યું હતું કે, અમોને એચ.પી. ફાર્મા વિરૂધ્ધનો કોલ મળતાં જ તાત્કાલિક અમારી ટીમ લોકેશન વાળી જગ્યા પર જઈ નમૂનાે ચેક કરતાં છોડાયેલ પાણી દૂષિત પરિબળો સાથેનંુ જણાયેલ હતું. જેના પગલે કંપનીને તાત્કાલિક અસરથી નોટીસ પાઠવી દેવામાં આવી છે.
ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારી વિજય રાખોલીયા દ્વારા તાત્કાલિક ધોરણે પ્રદુષિત પાણીનો જાહેરમાં નિકાલ કરના કંપનીને ઇન્સ્ટન્ટલી કાયદાનો દંડો ઉગામતા ઉદ્યોગોમાં સોપો પડી ગયો છે.
ઉલ્લેખનીય છે કે, પાનોલીની એચ.પી. ફાર્માએ પર્યાવરણના નિયમોને નેવે મૂકીને કેમિકલયુક્ત પાણી જાહેરમાં છોડવાની જે હરકત કરી છે. તે વિસ્તારમાં ભરવાડ જાતિના લોકો નો વાશ છે. ઉપરાંત આ વિસ્તાર થી થોડે દૂર પાણીના સ્ત્રોતો પણ છે. જો પ્રદુષિત પાણી જળાશયોમાં ભળે અને તેનો ઉપયોગ દુધાળા ઢોર તથા અન્ય લોકો કરે તો કલ્પના ન કરી શકાય તેટલું જાન-માલનું નુકશાન થઈ શકે છે. જો કેમિકલયુક્ત પાણીના કારણે આવી કોઈ ઘટના બને કોઈ જળચર કે પશુ કે મનુષ્યો આનો ભોગ બને તો કંપનીના અધિકારીઓ તથા ઓનર્સ સામે કડકમાં કડક શિક્ષાત્મક પગલાં લેવાવા જોઇએ અને તાત્કાલિક ધોરણે કંપનીને ક્લોઝર આપે તેવી માંગ પર્યાવરણ પ્રેમીઓ મા પ્રવર્તી રહી છે.

Screenshot_2024_0802_192743.jpg