રાજ્યના અનેકો વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. તો સાથે સાથે હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારી વરસાદ આગાહી કરવામાં આવી છે. જેને લઇને રાજ્યમાં અનેકો જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે.
રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસતા ખેડૂતોના ચેહરા ખીલી ઉઠ્યા છે તો ક્યાંક ભારે વરસાદથી લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. તો સાથે સાથે લાંબા સમયથી ભારી ગરમીથી લોકોએ રાહત મેળવી છે.

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં પણ આજે અનેકો વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે. દાંતા તાલુકામાં આજે વહેલી સવારથી વાતાવરણમાં વરસાદી માહોલ સર્જાયો છે. દાંતા તાલુકાના અનેક ગામોમાં આજે વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ છે.
દાંતા ખાતે આજે સામાન્ય વરસાદ પડતા અનેકો નીંચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો પણ જોવા મળ્યો હતો તો સાથે સાથે દાંતા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલના આગળના ભાગે પણ પાણીનો ભરાવો જોવા મળ્યો હતો. યાત્રાધામ અંબાજીમાં પણ આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાતા ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.

