Gujarat

મહુધા ના વડથલ માંઆડા સંબધની શંકામાં યુવક ની હત્યા કરાઈ

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
ખેડા જિલ્લાના મહુધા તાલુકાના વડથલ ગામ આવેલ  ખેતર માંથી યુવકની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં અફરા તફરી  મચી જવા પામી હતી  જ્યારે આ સમગ્ર ઘટના ની જાણ મહુધા પોલીસને કરવામાં આવતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને કાર્યવાહી હાથ ધરાઈ હતી
પ્રાપ્ત માહિતી મુજબ વડથલ ગામની સીમમાં રહેતો અજય ઉર્ફે ચકો દલસુખભાઈ રાઠોડ  ખેત મજૂરી કામ કરી ગુજરાન ચલાવતો હતો શનિવારે સવારે અજયનો મૃતદેહ વડથલ ગામની સીમમાં આવેલા ખેતરની અંદરથી મળી આવ્યો હતો મહુધા પોલીસ દ્વારા તપાસ આદરતાં માથાના ભાગે કોઈ હથીયાર વડે ઘા ઝીંકી હત્યા કરી દેવાયેલી હાલતમાં મૃતદેહ લોહીમાં લથપથ પડ્યો હતો જેથી પોલીસે આ સમગ્ર મામલે  પુછપરછ કરતાં આ મૃતકની ઓળખ કરાઈ હતી જે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવતા યુવક અહીંયા નજીકમાં રહેતા અને ઓળખતા આરોપી એજ આ હત્યા કરી હોવાનું ઘટસ્ફોટ થયો હતો. આ અંગે મહુધા પોલીસ મથકના અધિકારી પરમારે જણાવ્યું હતું કે, ઉપરોક્ત મૃતકની હત્યા કરાઈ છે અને આરોપી જે છે તેની ભત્રીજીના આડા સંબધનો ખોટી શંકા રાખી આરોપીએ હત્યા કરી  હોવાનું જણાવ્યું છે આ અંગે મહુધા પોલીસ દ્વારા હત્યાનો ગુનો  વધુ તપાસ હાથ ધરાઈ છે.

IMG-20211127-WA0021.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *