સંસદના બજેટ સત્ર દરમિયાન વડોદરા લોકસભાના સાંસદ ડો.હેમાંગ જોષીએ તેમનું પ્રથમ વક્તવ્ય રજૂ કર્યું હતું.
જેમાં તેઓએ ‘’આરોગ્ય પરમ ભાગ્યમ.. સ્વાસ્થ્યમ સર્વાર્થ સાધનમ’’થી વક્તવ્યની શરૂઆત કરી વડોદરા લોકસભા વિસ્તાર માટે નવી હોસ્પિટલો અને હયાત હોસ્પિટલોને અપડેટ કરવા માટેની રજૂઆત કરી હતી.
સાંસદ ડો. હેમાંગ જોષીએ સાંસદમાં ભારતીય સ્વાસ્થ્ય સંશાધનોમાં રહેલા પોટેન્શિયલનો ચિતાર રજૂ કરતા વીતેલા 10 વર્ષમાં દેશભરમાં આરોગ્ય ક્ષેત્રે થયેલા વિકાસને વર્ણવ્યો હતો.
આ ઉપરાંત સાંસદે વડોદરા લોકસભા વિસ્તાર માટે PM આયુષ્યમાન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન વિસ્તારમાં નવી હોસ્પિટલો ઉભી કરવાની જરૂરિયાત પર ભાર મુકયો હતો.

