Gujarat

રોટરી છોટી કાશી સંસ્થાના સહયોગથી  નાઘેડીમાં શાળાના બાળકોને તબીબોએ નવા પાઠ ભણાવ્યા

રાજયભરમાં હાલ ચાંદીપુરા વાયરસના કેસ નોંધાય રહ્યા છે. જે 14 વર્ષ સુધીના બાળકોમાં અને સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળે છે. તેથી ગ્રામ્ય વિસ્તારોમાં બાળકોને ચાંદીપુરા વિષેની સંપુર્ણ માહિતી આપીને તેમને સાવચેત રહેવા અને બાળકોએ કેવી કાળજી રાખવી તે અંગેની માહિતી શાળામાં બાળકોને આપવામાં આવી. નાઘેડી ગામની સરકારી બે શાળાના બાળકોને ચાંદીપુરા વાયરસ અંગેની ખાસ સેમિનાર નિષ્ણાંત તબીબ ડો. સુમિત ઉનડકટ દ્રારા શાળામાં આપવામાં આવી હતી.
 
જામનગર સામાજીક સંસ્થા રોટરી કલબ ઓફ છોટી કાશી દ્રારા હાલની સ્થિતીને ધ્યાને લઈને ચાંદીપુરા વાયરસ અંગે બાળકોને સાવચેત કરવાના પ્રયાસો ના ભાગરૂપે નાઘેડીની બે સરકારી શાળાના બાળકોને ચાંદીપુરા વાયરસ અંગેની માહિતી, જેમાં  તે કેવી રીતે ફેલાય, તેના લક્ષણો ક્યા છે , તેનાથી બચવા માટે ક્યા પ્રકારની કાળજી રાખવી જોઈએ, સહીતની તમામ માહિતી બાળકોને શાળામાં આપવામાં આવી હતી. બાળકોને શાળામાં પુસ્તકનો અભ્યાસક્રમ તો ભણાવવામાં આવતો હોય છે, પરંતુ હાલ આ વાયરસ અંગેની માહિતી બાળકોને આપવી જરૂરી હોય ત્યારે બાળકોને ચાંદીપુરા વાયરસ અંગેના પાઠ ભણાવવામાં આવ્યા.
ઉપયોગી થાય તેવુ નવું જાણવા શીખવા મળતા બાળકોને નવા પાઠ ભણવા મળતા તેની મહિતી મેળવીને ખુશી વ્યકત કરી હતી. નાઘેડી શાળાના આચાર્ય જગદીશ સોલંકી દ્રારા સંસ્થાને બાળકોમાં જાગૃતિ માટે આ પ્રકારના કાર્યક્રમ કરવા અનુરોધ કરતાની સાથે રોટરી કલબના પ્રમુખ ડો. બ્રિજેશ રૂપારેલીયાએ આ પ્રવૃત્તિ કરવા સંસ્થાના સભ્યોને જવાબદારી સોંપી હતી. પ્રોજેકટ ચેરમેન મિતલબેન પટેલે સંપુર્ણ વિગતવાર સરળ ભાષામાં આ અંગેની માહિતી મળી રહે તે માટે જી.જી . હોસ્પીટલના નિષ્ણાંત તબીબ ડો. સુમિત ઉનડકટને વિનંતી કરી હતી. ડો. સુમિત ઉનડકટે બાળકોને  ગામની શાળામાં વાયરસ અંગેની માહિતી અને માર્ગદર્શન સરળ ભાષામાં સમજાવ્યું હતુ.
આ કાર્યકમમાં બંન્ને શાળાના થઈને કુલ 280 બાળકોએ આ સેમિનારનો લાભ મેળવ્યો હતો. સાથે શાળાના શિક્ષકોને પણ નવા વાયરસ અંગે વિસ્તૃત માહિતી મળી હતી.  સંસ્થાના આ પ્રયાસને વાલીઓએ પણ આવાકર્યો હતો. રોટરી કલબ છોટી કાશીના કાર્યક્રમમાં હમિર ઓડેદરા, હરીશ કેશવાલા, રાહુલ વારોતરીયા, ગોપાલ બથિયા, નીલ વાછાણી, સહીતના સભ્યો હાજર રહીને સહભાગી બન્યા હતા.