શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ આર્ટ્સ કોલેજના રાષ્ટ્રીય સેવા યોજના નો શૈ.વર્ષ. 2024- 2025 માં રાષ્ટ્રીય સેવા યોજના માં જોડાયેલ વિદ્યાર્થીઓ માટેનો અભિમુખતા કાર્યક્રમ કોલેજના આચાર્ય ડો. મનોજભાઈ પટેલના સુચારું માર્ગદર્શન અને તેમની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો

આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે શ્રી એન.વી પરમાર એ.આર.ટી.ઓ. આણંદ જિલ્લા વાહન વ્યવહાર અધિકારીની કચેરી તથા શ્રી એન. કે. સોલંકી આઈ.એમ. વી. આણંદ જિલ્લા વાહન વ્યવહાર અધિકારીની કચેરી તથા શ્રી વિપુલ ચૌધરી આર.ટી.ઓ. ઇન્સ્પેક્ટર તથા કોલેજ ના અધ્યાપકગણ તથા વિદ્યાર્થીઓની બહોળી સંખ્યામાં ઉમંગ અને ઉત્સાહભેર માહિતી સભર અભિમુખતા કાર્યક્રમ યોજાયો હતો સૌપ્રથમ એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો. મુકેશભાઈ જોશીએ મહેમાનોનો પરિચયઆપીને શાબ્દિક સ્વાગત કર્યું હતું.

ત્યારબાદ કોલેજની પ્રથમ વર્ષ બી.એ. ની વિદ્યાર્થીની વણકર અનામિકાએ ભક્તિસભર પ્રાર્થના રજૂ કરી હતી મહેમાનોનું પુષ્પગુચ્છ અર્પણ કરી કોલેજના આચાર્યએ સ્વાગત કર્યું હતું ત્યારબાદ રાષ્ટ્રીય સેવા યોજના ની વિભાવના તેનું સૂત્ર અને એન. એસ. એસ. ને રાષ્ટ્ર કક્ષાએ શરૂઆત વિશે સવિસ્તાર માહિતીઆપીને કોલેજમાં આવિભાગ દ્વારા થઈ રહેલ પ્રવૃત્તિઓ વિશેતથા યુનિવર્સિટી કક્ષાએ રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્ર કક્ષાએ એન.એસ.એસ. ના સ્વયંસેવક વિદ્યાર્થીઓએ સરહનીય કામગીરી કરવા બદલ ગૌરવ અપાવ્યું છે તેમ જ નિયમિત પ્રવૃત્તિઓ એક દિવસે શિબિર ગ્રામ્ય શિબીરો આરોગ્ય સુખાકારી રાષ્ટ્રીય પ્રવૃત્તિઓ સામાજિક સેવાની પ્રવૃત્તિઓ વિશે સવિસ્તાર માહિતી એન.એસ.એસ. પ્રો.ઓ. ડો. ભાવનાબેન પ્રજાપતિએ આપી હતી

અતિથિ વ્યાખ્યાન આપતા આર.ટી.ઓ. કચેરીના અધિકારી એન. વી. પરમાર સાહેબે સર્વેને અભિનંદન પાઠવી આજના સમયની માંગ પ્રમાણે જાહેર પરીક્ષાઓની પૂર્વ તૈયારી કેવી રીતે કરવી સામાજિક સેવાઓ કરવી આધ્યાત્મિક જ્ઞાન અને વ્યાયામ -યોગ નિયમિતતા સજ્જતા નુંજીવનમાં ખૂબ જ મહત્વછે તેમ જણાવી એન.એસ.એસ. જેવી પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓમાં સમાજના ઋણ ચૂકવવા ના ગુણો વિકસે છે. તેમ જણાવ્યું હતું તથા અતિથિ શ્રી એન. કે. સોલંકીએ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા અકસ્માત નિવારણ અને માર્ગસલામતી વિશે આંકડાકીય માહિતી આપી અકસ્માતો કેમ થાય છે? તેના કારણો અને તેના ઉપાયો વિશે સવિસ્તાર માહિતી આપી હતી તેમજ આપણી સલામતી આપણે રાખીએ વાહન ચલાવતા ખૂબ જ સમજદારી પૂર્વક કાળજીપૂર્વક અને નિયમોનું પાલન કરીએ સારા નાગરિક તરીકે અકસ્માત નિવારણમાં સહભાગી થઈએ તેમ જણાવ્યું હતું

અધ્યક્ષીય ઉદ્બોધનમાં કોલેજના આચાર્ય ડો. મનોજભાઈ પટેલે એન.એસ.એસ. વિભાગના અભિમુકખતા કાર્યક્રમમાં સૌ પ્રથમ સર્વેને અભિનંદન પાઠવી આવકાર્યા હતા આ કાર્યક્રમ સાથે કોલેજના વિદ્યાર્થીઓમાટેમાર્ગ સલામતી વિશેનું આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા તેમજ વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સેવાની પ્રવૃત્તિઓ સાથે જોડાઈને સમાજનું રુણ ચૂકવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા જાહેર પરીક્ષાઓની પૂર્વ તૈયારી વિશે શિસ્તના પાલન વિશે તથા અભ્યાસની સાથે સમાજ ઉપયોગી શ્રમ કાર્ય સેવા કાર્યો કરીને પોતાનું કોલેજનું પરિવાર અને સમાજનું અને રાષ્ટ્રનું નામ રોશન કરવા પ્રેરણા આપી હતી ટ્રાફિક સલામતી વિશેના કાર્યક્રમની સરાહ કરી ખરેખર સાચા અર્થમાં વિદ્યાર્થીઓને અભિમુખ કરવામાં આવ્યા છે તેમ કહી રાજીપો વ્યક્તકરી એન.એસ.એસ. પ્રો. ઓ. ને અભિનંદન પાઠવ્યા હતા
સમગ્ર કાર્યક્રમનું આયોજન સંચાલન એન એન. એસ. એસ.પ્રો.ઓ.ડો. મુકેશભાઈ જોશીએ સાંભળ્યું હતું તથા કાર્યક્રમને અંતે ટ્રાફિક નિયમન ટ્રાફિક સલામતી વિશેના માહિતીસભર સાહિત્યનું વિદ્યાર્થીઓમાટેવિતરણ કરવામાં આવ્યું હતું એન.એસ.એસ.ના અભિમુખતા કાર્યક્રમમાં સમગ્ર કોલેજ પરિવારે ઉપસ્થિત રહી મદદરૂપ થઈ પ્રોત્સાહન આપ્યું હતું આભાર દર્શન ડો. પિયુષભાઈ ગામેતી એ સંભાળ્યું હતું

