સાવરકુંડલા તાલુકાની શ્રી ધજડી પ્રાથમિક શાળામાં તારીખ ૦૩/૦૮/૨૦૨૪ ને શનિવારનાં રોજ બાળમેળાની ઉજવણી કરવામાં આવી.
લાઈફ સ્કીલમેળાની શરૂઆત માતા સરસ્વતીની પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી.તેમાં એસ.એમ.સી. અધ્યક્ષ તેમજ એસ.એમ.સી.સભ્યો,ગ્રામજનો તેમજ શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા.

લાઈફ સ્કીલમેળા ઉજવણીનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ રોજિંદા જીવનના પડકારોને હકારાત્મકથી જીલવા અને દૈનિક જીવનની જરૂરિયાતોને કુશળતાપૂર્વક પૂર્ણ કરવા વિવિધ કૌશલ્ય કે આવડત પ્રાપ્ત કરી શકે તેમજ જીવન કૌશલ્ય થકી વિદ્યાર્થીઓની શારીરિક અને માનસિક ક્ષમતાઓને ખીલવી તેમના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ સાધે અને સ્વસ્થ સફળ સુખમય અને શાંતિમય જીવન જીવતા શીખે તેમજ વિવિધ પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓનું વાસ્તવિક જીવન સાથે અનુબંધ જોડાશે તેમજ વધુ ઉન્નત અને બહેતર જીવન જીવવા તૈયાર થાય સાથે પોતાના રોજિંદા જીવનમાં નાના મોટા પ્રશ્નો જાતે હલ કરવાથી સ્વાવલંબી બને.
તે હેતુથી સરસ મજાના લાઈફ સ્કીલમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ ૬ થી ૮ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં શિક્ષકોના માર્ગદર્શન હેઠળ ફ્યુઝ બાંધો, સ્ક્રુ લગાવવો, કુકર બંધ કરવું, ખીલી લગાવી ટાયર પંચર કરવું,શરીરની સ્વચ્છતા, વ્યસનથી થતુ નુકસાનની સમજ, હાથ પર મહેંદી લગાવવી, વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું, રંગોળીઓ બનાવવી વગેરે જીવન વ્યવહારમાં ઉપયોગી વિવિધ કૌશલ્યનો સમાવેશ કરી શકાય તેવી પ્રવૃત્તિઓ તેમજ બાળકો વ્યવહારુ ગણિતનો ઉપયોગ કરે, વસ્તુ સામગ્રી લેવા જાય ત્યારે વ્યવહારિક ગણિતનો ઉપયોગ કરે તેવી સમજ આપતી પ્રવૃત્તિઓ સાથે શારીરિક શિક્ષણમાં આપવામાં આવેલા મેદાનોના માપ જાતે દોરે અને તેની સમજ મેળવે તેવી પ્રવૃત્તિઓ તેમજ વગેરે વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી.
જેમાં દરેક વિદ્યાર્થીમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવી અને નેતૃત્વની ભાવના પણ જોવા મળી હતી.આમ સ્પર્ધાને અંતે પ્રથમ,દ્વિતીય,તૃતીય ક્રમાંક મેળવનાર વિધાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.શાળાનાઆચાર્ય રવજીભાઇ બગડા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.
બિપીન પાંધી

