છોટાઉદેપુર શહેરના દરબાર હોલ ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી
મહિલાઓને આત્મનિર્ભર બનવાનું આહ્નવાન કરતા સંસદ જશુભાઈ રાઠવા
દિકરીઓ લક્ષ્ય નિર્ધારીત કરી અભ્યાસ કરે સાંસદ
સમગ્ર રાજયમાં ૧ થી ૮ ઓગસ્ટ દરમિયાન નારી વંદન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. ઉત્સવના ત્રીજા દિવસે છોટાઉદેપુર જિલ્લામાં મહિલાઓ-દિકરીઓ આત્મનિર્ભર બને તે માટે દરબાર હોલ ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી નિમિત્તે મહિલા રોજગાર મેળો યોજાયો હતો.

આ પ્રસંગે સાંસદ જશુભાઈ રાઠવાએ દીકરી દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે, દીકરીઓ જીવનમાં સફળતા મેળવવા માટે લક્ષ્ય નિર્ધારીત કરી અભ્યાસ કરવો જોઈએ તેમ જણાવી મહિલાઓને આત્મનિર્ભર બનાવા તરફ આગળ વધવા આહવાન કર્યું હતું.
આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબહેન પટેલે મહિલા અને બાળ વિકાસની યોજનાકીય માહિતી આપતા જણાવ્યું હતું કે, દિકરીઓએ મફત શિક્ષણ આપવામાં આવે છે. દિકરીઓને વિવિધ યોજનાઓ અંતર્ગત સરકાર દ્વારા સહાય આપવામાં છે. દિકરીઓના ઉજવળ ભવિષ્યના નિર્માણમાં નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના સહાયરૂપ બનશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.

મહિલા સ્વાવલંબન દિવસ નિમિતે યોજાયેલા રોજગાર ભરતીમેળામાં ૩૭ દિકરીઓને પ્લેસમેન્ટ આપવમાં આવ્યું છે. આ ઉપરાંત વ્હાલી દિકરી યોજના અંતર્ગત મંજૂર થયેલા લાભાર્થીઓને હૂકમ આપવામાં આવ્યા હતા તથા દિકરી વધામણા કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આત્મનિર્ભર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મહિલા અને બાળ અધિકારી હીનાબેન ચૌધરી, નાયબ જિલ્લા શિક્ષણાધિકારી ક્રિષ્ના બેન, શી ટીમ પી.એસ.આઇ. એસ.એસ.પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઇ નાયકા, સહિત મહાનુભાવો તથા મોટી સંખ્યામાં રોજગારવાંચ્છુક બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

