Gujarat

ધ્રાંગધ્રા શહેરમા ગૌવંશ પર હુમલાના બનાવને લઇને જીવદયા પ્રેમિઓમા રોષ.

ધ્રાંગધ્રા શહેરના નરશીપરા , ચરમારીયા સોસાયટી સહિતના વિસ્તારોમાથી ઇજાઁગ્રસ્ત ગૌવંશ મળી આવ્યા હતા. જેમા 8 જેટલાં ગૌવંશ પર કોઇ નરાધમ શખ્સ દ્વારા સળીયો અથવા તિક્ષ્ણ હથીયાર વડે હુમલો  કરાયો હતો જેથી ઇજાઁગ્રસ્ત ગૌવંશની જીવદયા પ્રેમિ દ્વારા શોધખોળ આદરીને સારવાર કરવામા આવી હતી. સામાજિક કાર્યકર અને પ્રખર જીવદયા પ્રેમી જયેશભાઇ ઝાલા એ જણાવ્યું હતું કે અબોલ ગૌવંશ ઉપર આ પ્રકારની નિર્દય ઘટના થી ધ્રાંગધ્રાનાં જીવદયા પ્રેમીઓ સાથે નગરજનો રોષે ભરાયા છે અને આવા માનસિક વિકૃત લોકોને જલ્દી થી પકડી પાડવા માટે ઉચિત કાર્યવાહી ની માંગ કરી હતી.

IMG-20211126-WA0093.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *