Gujarat

કપડવંજ નગર પાલિકા ના સફાઈ કામદારો ધરણા પર

 નવી સિનીયોરીટી પ્રમાણે ભરતી કરવામાં આવે તેવી માંગણી
———————————-
મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
 ખેડા જિલ્લાના કુલ ૮૪  જેટલાં કપડવંજ નગર પાલિકા ના સફાઈ કામદારો હડતાલ પર તેમજ નગર પાલિકા ની સામેજ ધરણા પર બેઠા છે  જ્યારે મહત્વ બાબત એ છે કે સફાઈ કામદારો હડતાલ પર ઉતરતા કપડવંજ ની ચારે બાજુ સફાઈ કામ સંપૂર્ણ બંધ હોવાથી સાફ સફાઈ ની સમસ્યાઓ ઉભી થવા પામી છે અને આના કારણે કચરો અને ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે
સફાઈ કામદારો  ના જણાવ્યા અનુસાર કપડવંજ નગરપાલિકા દ્વારા સફાઈ કામદારોની ભરતી માં જે વર્ષોથી કામ કરતા નિષ્ઠાવાન અને વફાદાર સફાઈ કામદારોનો સમાવેશ કરવામાં આવ્યો નથી અને કપડવંજ નગરપાલિકા દ્વારા વ્હાલાં દવલા નીતિ અપનાવી એવા લોકોની ભરતી કરવામાં આવી છે જેમણે એક દિવસ પણ સફાઈ કામદાર તરીકે ફરજ બજાવી નથી તેવા લોકોનો આ ભરતી માં સમાવેશ કરવામાં આવ્યો છે આ જોતા લાગી રહ્યું છે કે આમાં એક મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે અમારી માંગણી છે કે કપડવંજ નગરપાલિકા દ્વારા તાત્કાલીક ધોરણે બોર્ડની બેઠક બોલાવવામાં આવે અને ભરતી રદ કરીને નવી સિનીયોરીટી પ્રમાણે ભરતી કરવામાં આવે. જો આવુ કરવામાં નહીં આવે તો ગાંધી ચિન્હા માર્ગે અમારુ આંદોલન ચાલુ રહેશે નગરપાલિકા દ્વારા યોગ્ય ન્યાય મળે એવી અપેક્ષા હાલ સફાઈ કામદારો રાખી રહ્યા છે.
3 Attachments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *