વડા પ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદીજી ની મહિલાઓને લક્ષમાં રાખીને શૌચાલય બાદ સમગ્ર દેશમાં *નલ સે જલ* તેમજ “ઘર ઘર જલ” ની અતિ મહાત્વાકાંક્ષી યોજના સમગ્ર દેશ તેમજ ગુજરાત રાજ્યમાં સાનુકૂળ પ્રતિસાદ મળ્યો, પરંતુ ગુજરાત ના કેટલાક જિલ્લાઓ પૈકીના ભરૂચ જિલ્લામાં મોદીજીની મહિલાઓને સમર્પિત કરેલી “નલ સે જલ” યોજનાને સફળ બનાવવા બદલે કરોડો રૂપિયાની કમાણી કરવાનો સફળ અને પરિણામલક્ષી બદ ઇરાદો ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે…?
તેમાંય ભરૂચ જિલ્લાના આદિવાસી તેમજ સામાજિક શૈક્ષણિક પછાત વિસ્તારો ઝઘડિયા, વાલિયા, દેડિયાપાડા જેવા અનેક વિસ્તારો સાથે વાગરા, હાંસોટ, ભરૂચ તાલુકાઓમાં પણ ભારે ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ છે તે અંતર્ગત ભરૂચ જિલ્લાના પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રિક મીડિયાએ પણ તેના અહેવાલોને તેમજ ચૈતર વસાવા જેવા કેટલાક ઉમેદવારોએ પણ લોકસભાની ચુંટણી પૂર્વે અને ચુંટણી પ્રચારમાં મુદ્દો બનાવી પાણી પુરવઠા વિભાગ અને વાસ્મો કચેરીના કેટલાક અમલદારોએ તેને કેટલાક ગામોમાં ઉપરછલ્લી કામગીરી કરીને કાગળિયાં પર આંકડાકીય રીતે બતાવીને તેમજ કેટલીક જગ્યાએ કાગળ પર જ ૧૦૦ ટકા સિદ્ધિ બતાવીને કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારમાં વ્હાલા થવાની ખુશામતખોરીની દાનત ભરૂચ જિલ્લાના ગામડાઓના નાગરિકો ખાસ કરીને મહિલાઓને સ્પર્શતી “નલ સે જલ” યોજનામાં ભ્રષ્ટાચાર પરિણામલક્ષી બનાવી છે…?..!

સુરત, વડોદરા, મહીસાગર તેમજ અન્ય જિલ્લાઓમાં જે રીતે તપાસ કામગીરી કરવામાં આવી તેવી ભરૂચ જિલ્લામાં સરકારી રાહે તપાસની કાર્યવાહી સાથે તેમાં સંડોવાયેલા જવાબદારો સામે કેમ નથી થતી..??
આ બાબતે કેટલીકવાર જિલ્લા સંકલન સમિતિમાં ચુંટાયેલા ધારાસભ્યો દ્વારા પણ મુદ્દો ઉઠાવવમાં આવેલ છતાં કોઈ તપાસ નહીં થતાં જાગૃત નાગરિકો અને અરજદાર તેમજ આર.ટી.આઈ. એકિટીવિસ્ટોમાં પણ શંકા વ્યક્ત થી રહી છે કે નક્કી આમાં ભીનું સંકેલવનો પ્રયાસ થયેલો છે અને ભ્રષ્ટાચારી અધિકારીઓને બચાવવામાં આવી રહ્યા છે…?
ભરૂચ જિલ્લામાં અનેક વિકાસ કામોમાં ભારે ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા છે જાગૃત નાગરિકોએ તેમજ જિલ્લાના આર. ટી. આઈ. એકિટીવિસ્ટોએ પણ નલ સે જલ યોજનામાં ગેરરીતિ થઈ હોવાનું પુરવાર કર્યું જ છે અને કેટલાક અમલદારોએ આ બાબતમાં નાગરિકોને પ્રત્યુતર આપવાની પણ જરા પણ તસ્દી લીધી નથી તેમજ મીડિયાના “નલ સે જલ” માં આચરેલા ભ્રષ્ટાચારના અહેવાલને પણ સાર્વજનિક સ્તરે ભરૂચ જિલ્લામાં “નલ સે જલ” યોજનામાં *કોઈ ભ્રષ્ટાચાર થયો નથી* તેવા કોઈ ખુલાસા કે રદિયો પણ આપ્યો નથી…! ત્યારે આદરણીય મોદીજીની નલ સે જલ યોજના ભરૂચ જિલ્લા કેવી રીતે ૧૦૦ ટકા સફળ બની…? અને બતાવી દેવાઈ..? જ્યા આજદિન સુધી એક ટીપુંય પાણી નળમાં આવ્યું નથી…?
કેટલાક ગામડાઓના આધારભૂત સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર વાસ્મો અને પાણી પુરવઠા વિભાગના કેટલાક કરાર આધારિત કે આઉટ સોર્સિંગ થી ફરજ બજાવતા અધિકારી કર્મચારીઓની આવક કરતાં અપ્રમાણસર મિલકતો પણ વસાવી હોવાનું કહેવાય છે ત્યારે ભરૂચ જિલ્લામાં આદરણીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીની મહાત્વાકાંક્ષી યોજના કે મહિલાઓને સ્પર્શતી યોજના છે તેને કેટલાક ભરૂચ જિલ્લાના જવાબદાર કચેરીઓના અધિકારીઓએ સ્થાનિક ગ્રામ્ય સત્તાવાળાઓ સાથે મળીને કેટલાય ગામોને પીવાના શુદ્ધ પાણી થી વંચિત રાખવામાં પણ ૧૦૦ ટકા સિદ્ધિ પ્રાપ્ત કરીને ભારે ગોબાચાળી આચરવામાં લક્ષ્યાંક સિદ્ધ કર્યો છે….?? શું અન્ય જિલ્લાઓની જેમ ભરૂચ જિલ્લામાં પણ જે રીતે તપાસ કરવાની કાર્યવાહી થયેલી છે અને ભ્રષ્ટ અઘિકારીઓ અને કોન્ટ્રાક્ટરો પાસેથી વસૂલાત કરવાની કાર્વાહી હાથ ધરાશે ખરી…?
સરકારી હોદ્દાનો દુરુપયોગ કરીને ઠકેદારો સાથે ભાગબટાઈ કરી છે કે કેમ તેની તપાસ પણ ભરૂચ જિલ્લામાં મહાત્વાકાંક્ષી યોજના ના સાર્વજનિક હિતમાં થવી જરૂરી છે. સાથે સાથે સરકાર ભ્રષ્ટાચાર મુક્ત અને હાલમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સરકારી અમલદારોને પણ નિર્દેશ આપ્યા છે ત્યારે ભરૂચ જિલ્લાની નલ સે જલ યોજનાને લાગે વળગે છે ત્યાં સુધી અન્ય જિલ્લાઓની જેમ ઉચ્ચ સ્તરની તપાસ કરી કરાવીને જાહેર તિજોરીમાંથી વેડફાટ કરી યોજનાને ભ્રષ્ટાચારના ખપ્પરમાં કલંકિત કરી પોતાના ગજવાં ભરવાની યોજના સાકાર કરવામાં સફળ બન્યા તેની તપાસ થવી ખૂબ જરૂરી છે.

ઇજારદાર એજન્સીઓ પાસેથી જે ઠેકો કે ઈજારો આપવા સંબંધી પ્રક્રિયાઓ ના ભાગરૂપે સિક્યુરિટી સોલવંસી ડિપોઝિટ લેવામાં આવી છે કે કેમ..? તે પણ ભરૂચ જિલ્લામાં નલ સે જલ યોજનાઓમાં તપાસનો વિષય છે. કેટલાક ગામોમાં તો વાસ્મો તેમજ પાણી પુરવઠાની યોજના એક બીજામાં ભેળવી દઈને સ્થાનિક ગ્રામપંચાયતોને ગુમરાહ કરવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે ત્યારે આવું ક્યા ક્યા ગામોમાં બન્યું છે તે તો તપાસ એજન્સીઓ ન્યાયી અને નિષ્પક્ષ ઝીણવટભરી તપાસ કરે તો જ તેનો પર્દાફાશ થાય.
રાજ્યના જલ સંપત્તિ વિભાગમાં અનેક જિલ્લાઓમાં ભારે ભ્રષ્ટાચાર સાથે નબળી ગુણવત્તાની સામગ્રી સામે સવાલો ઉઠવતા ખુદ ભજપા ના એમ.એલ. એ. તેમજ સાંસદો…?? ભરૂચમાં પણ પાણી પુરવઠા, વાસ્મો કચેરીઓ હેઠળની કામગીરી બાબતે સાંકળ સમિતિની બેઠકમાં પણ ચર્ચાઓ થઇ હતી પરંતુ સમગ્ર પ્રકરણ અંતર્ગત ભરૂચના મત વિસ્તારોના ધારાસભ્યો તેમજ સાંસદે કોઈ રજૂઆતો કરી ખરી…? તે એક સવાલ છે.
હાલમાં જ ગાંધીનગર સ્થિત જળ સંપત્તિ વિભાગમાં નબળી કામગીરી ની અસંખ્ય અરજીઓની ફરિયાદોના ઢગલા થયેલા હોવાની સૂત્રો તરફથી માહિતી મળી છે ત્યારે હવે ખુદ ભાજપ ના જ જન પ્રતિનિધિઓએ સવાલો ઉઠાવતાં હવે ઢગલો વળેલી અરજીઓની ફાઇલોની મોડે મોડેથી તપાસ થશે ખરી…પરંતુ તે તપાસમાં પણ ન્યાયી અને નિષ્પક્ષ ઝીણવટભરી તપાસ થાય તો ભરૂચ જિલ્લામાં કેટલાય અમલદારો ના ગાળામાં ગાળિયો ભેવાય શકે તેમ છે. ભરૂચના જિલ્લાના અનેક ગામોમાં ટીપુંય પાણી નલ સે જલ યોજના અંતર્ગત જવાબદાર કચેરીઓના અમલદારોએ પહોંચાડ્યું જ નથી અને રૂપિયા ગજવે ઘાલ્યા છે…?
વિરલ ગોહિલ, ભરૂચ

