ઓડિશા
નિયંતાનો ઓછા થતા ની સાથેજ કોરોના ના નવા કેસો માં વધારો નોંધાઈ રહ્યો છે, ઓડિશાના મયૂરભંજ જિલ્લાની સરકારી ગર્લ્સ હાઈસ્કુલની ૨૫ વિદ્યાર્થીઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ અંગે મેડિકલ ઓફિસર ડો.રૂપવાનૂ મિશ્રાએ જણાવ્યું કે વિદ્યાર્થીઓમાં ખાંસી અને શરદીના લક્ષણો હતા. અમે રેપિડ એન્ટીજન્ટ ટેસ્ટ કરાવ્યો હતો. આ દરમિયાન ૨૫ વિદ્યાર્થીઓ સંક્રમિત મળ્યા હતા. હાલ તેમની સ્થિતિ સ્થિર છે. આ પહેલા કર્ણાટકની ધારવાડ મેડિકલ કોલેજમાં ફ્રેશર્સ પાર્ટી પછી સંક્રમિત થયેલાઓની સંખ્યા વધીને ૩૦૬ થઈ છે. અહીં હજી પણ એક હજારથી વધુ સેમ્પલનો રિપોર્ટ આવવાનો બાકી છે.