લીલાઓ આપણને સૌને જીવન કેવી રીતે જીવવું તેમજ કર્તવ્યો કેવી રીતે નિભાવવા એ પ્રેરણા પૂરી પાડી છે.આજે વર્તમાન સમયમાં પણ કૃષ્ણ વંદે જગતગુરુ’ એટેલે કૃષ્ણને જગતના ગુરુ કહેવાય છે. ત્યારે તેમની અદભુત લીલાઓ સમજવા માટે આનંદનગર ૧૪૪ સીટ ફ્લેટ ઓનર્સ એશોસીએશન દ્વારા આગમી તારીખ ૨૦ થી ૨૮ ઓગસ્ટ સુધી ગાયત્રી મંદિરવાળો ભગીચો ખાતે શ્રી કૃષ્ણ નીતિ મહોત્સવ’નું જાજરમાંન આયોજન કરવામાં આવ્યું છે.
આનંદનગરના આંગણે આફતને અવસરમાં પલટતો પ્રસંગ એટલે ‘શ્રી કૃષ્ણ નીતિ મહોત્સવ’ જેમાં તમામ સમાજ શ્રેષ્ઠીઓ સંગઠિત થઈ કૃષ્ણભાવ પ્રગટ કરવા જઈ રહ્યું છે. જેમાં ગોકુળદ્વારથી કનૈયાની સાથે આવતા ભોળા ભરવાડ સમાજને આવકારવા દારિકાઢરથી આહિર સમાજની આગેવાનીમાં આનંદ વિભોર છતીસે કોમ જુમશે રબારી સમાજ ધર્મધજા સાથે રંગત જમાવશે. ચારણ સમાજના અપાઢી કંઠે ગવાયેલ દુહા, છંદ સાથે, ભૂદેવોના વૈદિક મંત્રોચાર સાથે કાળીયા ઠાકરને આહવાન કરાશે.
નાગરની કરતાલ ગુજરો તો કુંભાર ભગતની તુલસી માળા ફરશે. ક્ષત્રિયાણી મીરાની મધુરતા, મોહનને મંત્રમુગ્ધ કરશે તો ક્ષત્રિયો ધર્મદંડ કેશવને અર્પણ કરશે. રાવળના ડાક વાગશે ને જૈન સમાજ અગમ શાસ્ત્ર આવનારા તીર્થકરને આપશે ને બારોટ સમાજ સંજયના સ્વરે શ્યામ નિહાળશે. છતીસે ક્રોમ ઠાકરના નાદ સાથે જૂમી ઉઠશે.
આગમી -૨૦/૮ને મંગળવારે નગરચર્યા સાંજે ૪:૩૦ કલાકે, કૃષ્ણભાવ આહવાન સાંજે ૭ કલાકે (આહીરાણીઓ દ્વારા રાસરંગ/ભુદેવો કારા મંત્રોચ્ચાર), સ્થાપના પૂજન સાંજે ૭:૩૦ કલાકે (છતીસ કોમ દ્વારા), આનંદ અર્પણ સાંજે ૭:૪૫ કલાકે, તા.૨૦/૮ને સાંજે ૮:૧૫ કલાકે અમિયલ આશિપ’ આઈ શ્રી દેવલમાં(બળિયાવડ-જૂનાગઢ), ચારણ સંત શ્રી પાલુ ભગત (કાળીપાટ- રાજકોટ), સ્વામી નિખિલેશ્વરાનંદજી (રામકૃષ્ણ આશ્રમ -રાજકોટ) અને ટિટા ભગત (પાળના ઠાકરની જગ્યા) આર્શિવચન પાઠવશે. અનંત ઉર આરતી દરરોજ સાંજે ૭ કલાકે (છતીસકોમ દ્વારા) કરાશે.

તા.૨૧/૮ ના રોજ જયભાઈ વસાવડા(કટાર લેખક), ધવલભાઈ દવે (પ્રભારી જીલ્લા ભાજપ), દેવાંશીબેન જોપી (જમાવટ મીડિયા), અનવરભાઈ મીર (લોકસાહિત્યકાર), તા.૨૨/૭ના રોજ સાઈરામ દવે (લોકસાહિત્યકાર, હાસ્યકાર), જવલંત છાયા (તંત્રી ફલછાબ), ડો.યોગરાજસિંહ જી. જાડેજા (પ્રમુખ શ્રી MPSS રાજકોટ), ડો.હેમાંગ વસાવડા (કોંગ્રેસપ્રદેશ અગ્રણી), તા.૨૩/૮ના રોજ મેરાણ ગઢવી (લોક સાહિત્યકાર), શ્રી બળવંત જાની (પૂર્વ કુલપતિ, પાટણ યુનિ), ઈશુદાન ગઢવી (પ્રદેશઅનંત ઉર આરતી દરરોજ સાંજે ૭ કલાકે કરાશે.
તા. ૨૧/૮ ના રોજ જયભાઈ વસાવડા(કટાર લેખક), ધવલભાઈ દવે (પ્રભારી જીલ્લા ભાજપ), દેવાંશીબેન જોષી (જમાવટ મીડિયા), અનવરભાઈ મીર (લોકસાહિત્યકાર), તા.૨૨/૭ના રોજ સાંઈરામ દવે (લોકસાહિત્યકાર, હાસ્યકાર), જવલંત છાયા (તંત્રી શ્રી ફૂલછાબ), ડો. યોગરાજસિંહ જી.જાડેજા (પ્રમુખ શ્રી MPSS રાજકોટ), ડો.હેમાંગ વસાવડા (કોંગ્રેસ પ્રદેશ અગ્રણી), તા.૨૩/૮ના રોજ મેરાણ ગઢવી (લોક સાહિત્યકાર), બળવંત જાની (પૂર્વ કુલપતિ, પાટણ યુનિ), ઈશુદાન ગઢવી (પ્રદેશ પ્રમુખ આપ – ગુજરાત), તુષાર બસિયા (પત્રકાર, નવજીવન ન્યુઝ), તા.૨૪/૮મીએ યશવંત લાંબા (પ્રખર લોક સાહિત્યકાર), ગોપાલ ઈટાલીયા (રાષ્ટ્રીય અગ્રણી આપ), જગદીશ મહેતા (સિનિયર પત્રકાર), અંબાદાન રોહડિયા (પૂર્વ પ્રોફેસર અધ્યક્ષ ગુજરાતી વિભાગ સૌ.યુનિ), તા.૨૫મીએ પરસોતમ રૂપાલા (પૂર્વ કેન્દ્રીય મંત્રી, સાંસદ), અશોક ગઢવી (તંત્રી સૌરાષ્ટ્ર ક્રાંતિ), રવિ આહિર (ગજડી) લોકસાહિત્યકાર, અને મેહુલ રવાણી (અરર્હત ઈનવેસ્ટમેન્ટ) ઉપસ્થિત રહેશે.
તા. ૨૫મીએ સત્યનારાયણની કથા, બાળ ગોપી કૃષ્ણ ફેશન ઉત્સવ (ઉ.૭ વર્ષ સુધીના, તલવારા રાસ, આનંદનગરનો આંતર્નાદ અને તા. ૨૭મીએ આનંદનગરનો આંતર્નાદ મહાપ્રસાદ અન્નકોટ, મહારાસ અને મટકીફોડ કાર્યક્રમમાં ભાવેશ આહિર (લોકગાયક), શક્તિદાન ગઢવી ખુશાલી ભરવાડ, કીર્તિદાન ગઢવી. ગણેશ રબારી, ભકિતદાન ગઢવી ઉપસ્થિતરહી શ્રી કૃષ્ણ નીતિ મહોત્સવમાં શોભા વધારશે. એ મહોત્સવમાં સાંસદો, ધારાસભ્યો, કોર્પોરેટરો, મહેમાનો, મહાનુભાવો, પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. શ્રી કૃષ્ણનીતિ મહોત્સવમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા આનંદનગર કોલોનીના રહેવાસીઓ દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.


