Gujarat

ભરૂચ ગવ ગોપાલક સમાજ દ્વારા આવનાર 26 ઓગસ્ટ ને સોમવારે  ભવ્ય જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરાશે 

ભરૂચ જીલ્લા માં વસતા આહિર ભરવાડ રબારી સમાજ દ્વારા આવનાર 26 ઓગસ્ટ ને રવિવારે ભરૂચ માં ભવ્ય જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજરોજ શ્રાવણ સુદ પૂનમને રક્ષાબંધનના દિવસે ઓસાડા રોડ ઉપર આવેલ હનુમાનજી મંદિરે સમાજના આગેવાનોની એક બેઠક યોજવામાં આવી હતી જે બેઠકમા  આવનાર 26 ઓગસ્ટ ને સોમવારના રોજ જન્માષ્ટમી મહોત્સવને લઈને વિવિધ ચર્ચાઓ કરવામાં આવી હતી જેમાં આ 26  ઓગસ્ટ સાંજે 7:00 કલાકે શ્રવણ ચોકડીથી શક્તિનાથ સર્કલ સુધી ભવ્ય શોભાયાત્રા નીકળશે ડીજે આતાશ બાજી ભવ્ય લાઇટિંગ ઘોડાગાડી સહિતના વિવિધ શણગારો સાથે શોભાયાત્રા  શ્રવણ ચોકડીથી નીકળી શક્તિના સર્કલે પહોંચશે જેમાં સાંજે 7:00 કલાકે શ્રાવણ ચોકડી ખાતે સમાજના સંતો મહંતો ભરૂચના નામાનિક વ્યક્તિ સામાજિક આગેવાનો દ્વારા મહા આરતી કરી ત્યારબાદ ડીજે રાસ ગરબા સહિત દ્વારકાધીશના રંગમાં રંગાઈ શોભાયાત્રા  શ્રવણ ચોકડી થી શક્તિનાથ પહોંચશે જ્યાં ભગવાન દ્વારકાધીશને રાત્રે 12:00 વાગે પાનને ઝુલાવવામાં આવશે નંદ ઘેર આનંદ ભર્યો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી ના નાદ થી આખું સમગ્ર ભરૂચ કૃષ્ણમય બની જશે ત્યારે 12 ના બાળ ના ટકોરે ભગવાનના જન્મોત્સવના વધામણા કરવામાં આવશે મટકી ફોડ કાર્યક્રમ તથા રાસ ગરબા સહિતના કાર્યક્રમો કરી જન્માષ્ટમી ઉજવણી કરવામાં આવશે  રાસ ગરબા સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન ત્યારે આવનાર જન્માષ્ટમી ની ભરૂચ જીલ્લા ના ગવ ગોપાલક  આહિર ભરવાડ રબારી સમાજના આગેવાનો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવશે  જેના ભાગરૂપે આજે આ એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ કરી આ કાર્યક્રમને કેવી રીતે  વધુ સુંદર બનાવાય તેવી ચર્ચાઓ સમાજના આગેવાનો એ આજે કરી હતી
તથા આવનાર 26 ઓગસ્ટ ને સોમવારે ભરૂચમાં ઉજવનાર ગવ ગોપાલક આહિર ભરવાડ રબારી સમાજ દ્વારા જન્માષ્ટમી મહોત્સવનું ભવ્ય આયોજન  કરવામાં આવ્યું છે જેથી આવનાર જન્માષ્ટમી મહોત્સવમાં ભરૂચની તમામ ધર્મ પ્રેમી જનતાને ભગવાનના જન્મોત્સવમાં જોડાઈ તેવું હાર્દિક નિમંત્રણ ગવ ગોપાલક સમાજ દ્વારા પાઠવાયું છે
વિરલ ગોહિલ, ભરૂચ