રાજપીપળા : શ્રાવણી પૂનમ (બળેવ) ના દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજપીપળા ચોર્યાસીની વાડી સહિત અનેક જગ્યાઓ પર રાજપીપળા શહેરના બ્રાહ્મણો એ યજ્ઞોપવિત(જનોઈ બદલવા)નો કાર્યક્રમ રાખ્યો હતો. ત્યારબાદ બ્રમ્હ ભોજન કર્યું હતું , દર વર્ષે બળેવ ના દિવસે રખાતો આ કાર્યક્રમ સોમવારે રક્ષાબંધન હોય દર વર્ષની જેમ આ દિવસે રાખવામાં આવ્યો હતો જેમાં બ્રમ્હ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. કાર્યક્રમ બાદ સમાજ દ્વારા ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી.

