Gujarat

છોટાઉદેપુર ખાન ખનીજ વિભાગની ટીમે વનાર જામલા રોડ પાસેથી ડોલોમાઈટ ખનીજનું બિનઅધિકૃત ખનન અને વહન કરતા કુલ ત્રણ ટ્રકને ઝડપી પાડી હતી

છોટાઉદેપુર જિલ્લા ખાણ ખનીજ વિભાગના અધિકારીની સુચના મુજબ છોટાઉદેપુર જીલ્લા ખાન ખનીજ વિભાગની ટીમ દ્વારા બાટમીના આધારે છોટાઉદેપુરના વનાર જમલા રોડ પાસેથી ડૉલોમાઈટ ખનિજનું બિનઅધિકૃત ખનન/વહન કરતા  કુલ ૩ ટ્રકને ઝડપી પાડી હતી. ખાન ખનીજ વિભાગની ટીમે આશરે રૂપિયા ૨૦ લાખનો મુદ્દામાલ ઝપ્ત કરી વઘુ તપાસ હાથ ધરેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર