Gujarat

યાત્રાધામ બેટ દ્વારકાની વૈશ્વિક સ્તરે કાયાકલ્પ થશે; પ્રથમ તબકકાના કામો માટે રૂા.150 કરોડની ફાળવણી

રાજયમાં અનેક ધાર્મિક અને ઐતિહાસિક સ્થળો-ટૂરિસ્ટ ડેસ્ટિનેશનને કરોડોના ખર્ચે પ્રવાસીઓ માટે વિકસાવવામાં આવી રહ્યા છે. બેટ દ્વારકામાંસુદર્શન સેતુ’ના નિર્માણ બાદ યાત્રાળુઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.પૌરાણિક મહાત્મ્ય ધરાવતી પ્રસિદ્ધ ભગવાન કૃષ્ણનીબેટ દ્વારકાની વૈશ્વિક સ્તરે કાયાપલટ માટે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં ત્રણ તબક્કામાં મંદિર પરિસર,બીચ અને તેની આસપાસના વિસ્તારોને ડેવલપ કરાશે.

પ્રથમ તબક્કા-ફેઝના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ.150 કરોડની માતબર રકમ ફાળવાઇ છે.જેની ટેન્ડરિંગની પ્રક્રિયા હાલચાલી રહી છે.

આગામી સમયમાં આઈલેન્ડના ફેઝ -2 અને 3ની ડેવલપમેન્ટની કામગીરી ચાલુ કરાશે તેમ ગુજરાત પ્રવાસન નિગમ-ગાંધીનગર દ્વારા જણાવવામાં આવ્યું છે.

બેટ દ્વારકા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ફેઝ -1માં દ્વારકાધીશજી મંદિર ડેવલપમેન્ટ, સ્ટ્રીટ બ્યુટિફિકેશન,હેરિટે જ સ્ટ્રીટ ડેવલપમેન્ટ,શંખનારાય ણ મંદિર અને તળાવ ડેવલપમેન્ટ,નોર્થ બીચ ડેવલપમેન્ટ-પબ્લિક બીચ,ટૂરિસ્ટ વિઝિટર સેન્ટર અને હાટ બજાર અને હિલ્લોક પાર્ક વીથ વ્યૂઈંગ ડેક બનાવવામાં આવશે.