Gujarat

કોલકાતાની ઘટનાને લઈ પાલનપુરમાં 100 ડોક્ટરોએ કેન્ડલ માર્ચ યોજી

કોલકાતાની મેડિકલ કોલેજની મહિલા રેસિડેન્ટ ડોક્ટર પર થયેલા દુષ્કર્મ અને હત્યા મામલે દેશભરમાં ડોક્ટરોએ વિરોધ નોંધાવ્યો હતો.

ત્યારે બે દિવસ અગાઉ બનાસકાંઠાની બનાસ મેડિકલ કોલેજ તેમજ પાલનપુર સિવિલના ડોક્ટરો પણ હડતાળ પર ઉતર્યા હતા અને આરોપીઓને કડકમાં કડક સજા થાય અને પીડિતાને ન્યાય મળે એ માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

જે બાદ મંગળવાર રાત્રે બનાસકાંઠાના 100 થી વધુ ડોક્ટરો અને કોંગ્રેસના આગેવાનો સાથે જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં કેન્ડલ માર્ચ યોજી વિરોધ નોંધાવ્યો હતો.

પાલનપુર સિવિલ હોસ્પિટલથી ગુરુનાનક ચોક સુધી રેલી સ્વરૂપે કેન્ડલ માર્ચ કરી પોસ્ટરો તેમજ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો અને ન્યાયની માંગ કરી હતી.