Gujarat

રાપર અને ભચાઉ તાલુકાના પોલીસ મથકમાં જપ્ત કારાયેલા રૂ દોઢ કરોડથી વધુના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો

વાગડ વિસ્તારના ભચાઉ, રાપર, લાકડીયા અને સામખીયારી પોલીસ મથકમાં જપ્ત કરવામાં આવેલા ભારતીય બનાવટના વિદેશી દારૃ અને બિયરના જથ્થાનો આજે ભચાઉ નગરની ભાગોળે આવેલા ગણેશ ટીંબી નજીક નાશ કરવામાં આવ્યો હતો.

વિવિધ બ્રાન્ડના દારૂ અને બિયરના ટીન બોટલને જમીન ઉપર પાથરી દેવાયા બાદ તેના પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.

આ વેળાએ પ્રાંત અધિકારી બાલમુકુંદ સુર્યવંશી, ભચાઉ નાયબ પોલીસ વડા સાગર સાંબડા, નશાબંધી અધિકારી અનિરુદ્ધસિંહ ગોહિલ, ભચાઉ પોલીસ ઈન્સ્પેક્ટર એસડી સિસોદીયા, લાકડીયા ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર બીજી રાવલ, રાપર પોલીસ ઈન્સ્પેક્ટર જેબી બુબડીયા, સામખીયારી પીએસઆઇ વીઆર પટેલ સહિત ચારેય પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની ઉપસ્થિત રહ્યા હતા.