Gujarat

સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રી કે.કે હાઈસ્કૂલ ખાતે ‘નેશનલ સ્પેસ ડે’ની ઉજવણી કરવામાં આવી…

તા.૨૨-૮-૨૪ ગુરુવારના રોજ શ્રી કે.કે હાઈસ્કૂલના પ્રાર્થનાખંડમાં  ‘ રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ’ની ઉજવણી કરવામાં આવી.વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન અને અંતરિક્ષ વિશે જ્ઞાન અને જિજ્ઞાસ ઉદ્દભવે એ હેતુથી તથા અંતરીક્ષ જગતમાં ભારતે દુનિયાભરના દેશો કરતા જે સિદ્ધિઓ હાંસલ કરી છે તેને બિરદાવવા આ ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી. શ્રી કે.કે હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના તાલીમાર્થી ભાઈ  વિરેનભાઈ તેરૈયા તથા  હેમાંગીબેન દવેએ વિદ્યાર્થીઓને પીપીટી અને વિડીઓ દ્વારા ચંદ્રયાન અને ઈસરો વિશે વિશેષ રસપ્રદ માહિતી આપી હતી.
અંતે શાળાના પ્રિન્સીપાલ  ચેતનભાઈ ગુજરીયાએ  વિશ્વના દેશોની સરખામણીમાં ભારતની અંતરિક્ષ ક્ષેત્રે જે ચંદ્રયાન અને મંગળયાન તથા ઉપગ્રહોમાં સિદ્ધિઓ મેળવી છે તે વિશે ચર્ચા કરી સૌને ‘નેશનલ સ્પેસ ડે’ ની શુભકામનાઓ આપી બંને તાલીમાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.એનએસએસના પ્રોગ્રામ ઓફિસર  વર્ષાબેન પટેલે બંને તાલીમાર્થી ભાઈ-બહેનનો આભાર વ્યક્ત કર્યો હતો.
બિપીન પાંધી