ચલાલા યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલિત ગાયત્રી સંસ્કાર વિદ્યાલયમાં રક્ષાબંધન પર્વની શાનદાર ઉજવણી કરાઈ જેમાં એલ.કે.જી. થી ૧૨ ના વિદ્યાર્થીઓ ઘરેથી રાખડી બનાવીને લાવ્યા અને શાળામાં બધી રાખડીઓનું પ્રદર્શન ગોઠવેલ પ્રદર્શન જોવા સંસ્થાના વડા પુ. શ્રી ડો. રતિદાદા, ડાયરેકટર શ્રી ભારતભૂષણ મહેશભાઈ મહેતા આચર્ય શ્રી શીતલબેન મહેતાએ
નિહાળીને ખુબ ખુશ થયા હતા. અને નંબર આપીને બાળકોને પ્રોત્સાહિત કાર્ય હતા.
ત્યારબાદ દરેક વિદ્યાર્થી ભાઈઓને વિદ્યાર્થી બહેનોએ રાખડી બાંધી હતી અને શિક્ષક ભાઈ બહેનો એ પણ રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.
બિપીન પાંધી

