Gujarat

જામનગરના લોક મેળામાં બે મોટી ગેરકાયદે રાઇડ્સ યથાવત

જામનગર શહેરમાં વિવાદમાં ઘેરાયેલા લોકમેળાનું અંતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પરંતુ ઉદ્ઘાટન થયું હોવા છતાં ગેરકાયદેસર ખડકાયેલી 2 મોટી રાઈડ-શો હજુ પણ યથાવત સ્થિતિમાં છે તંત્ર દ્વારા તેને શુક્રવારના કાઢી નાખવાનો દાવો કરવામાં આવ્યો છે.

બીજી બાજુ મેળામાં મોતના કૂવાનું લાયસન્સ ના આવતા તેને પણ તંત્ર દ્વારા ચાલવા દેવામાં આવ્યો નથી.

જામનગર શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત કરવામાં આવેલા લોકમેળો ભારે વિવાદ બાદ અંતે શુક્રવારે સાંજે ઉદ્ઘાટન કરી વિધિવત રીતે જ ખુલ્લો મુકવામાં આવ્યો છે

પરંતુ પ્રથમથી જ દબાણના મુદ્દે વિવાદમાં આવેલ મેળામાં ગેરકાયદેસર ખડકાયેલી 2 રાઈડ શો તંત્ર દ્વારા દૂર કરવામાં હજુ સુધી આવી નથી હવે તંત્રએ શનિવાર બપોર સુધીનો સમય આપ્યો છે, બીજી બાજુ ઉદ્ઘાટન પૂર્વે મોતના કૂવાના લાયસન્સનો વિવાદ સામે આવ્યો છે, આયોજકો દ્વારા તેનું લાઇસન્સ લેવામાં આવ્યું નથી તો તંત્ર એ તેને બંધ કરાવ્યો છે.

આયોજકોનો દાવો છે કે, તેના માટે લાયસન્સ લેવું પડે તેમ છે નહીં તો તંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે કે, આ બાબતનો ખુલાસો કલેક્ટર પાસે લખાવીને આવો પછી જ મોતનો કૂવો ચાલુ થશે. આમ મેળો વિધિવત રીતે ચાલુ થયો છે પરંતુ સાથે સાથે વિવાદ પણ ચાલુ રહ્યા છે.