જામનગર મહાનગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભાની બેઠકમાં કુલ 131 કરોડના કામોને મંજૂર કરવામાં આવ્યા હતા. શહેરના શરૂ સેકશન રોડનો ગૌરવ પથ તરીકે વિકાસ કરવાનો નિર્ણય કરાયો છે. જ્યારે લાલપુર રોડનો પણ વિકાસ કરાશે.
આજરોજ મનપા ની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક નિલેશ બી. કગથરાના અધ્યક્ષ સ્થાને મળેલ હતી. તેમાં કુલ 10 સભ્યો હાજર રહેલ હતા. આ ઉપરાંત મેયર વિનોદભાઈ એન. ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશ્નર ડી.એન. મોદી, ડે. કમિશ્નરશ્રી દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી એન્જીનીયર ભાવેશભાઈ જાની હાજર રહેલ.

જેમાં મહાનગરપાલિકાની મળેલ સ્ટેન્ડીંગ કમિટીમાં કુલ -22 કામો રેગ્યુલર એજન્ડા આઇટમોના કામોને મંજુરી આપવામાં આવેલ છે. અને 1 કામોને રી-ટેન્ડર કરવામાં આવેલ છે
જયારે ગુજરાત મ્યુનિસ્પિલ ફાયનાન્સ બોર્ડની ગ્રાંટ અન્વયે કુલ રૂા.121 કરોડ ના કામો અંગે સૈધ્ધાંતિક મંજુરી આપવામાં આવેલ છે.તેમજ રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લી. ના સહયોગથી ટાઉન હોલ સર્કલ રીનોવેશન તથા ડેવલોપમેન્ટ અંગે મંજુરી આપવામાં આવેલ છે.અને ગુલાબનગર ખાતે ડમ્પ થયેલ લીગેસી વેસ્ટને પ્રોસેસીંગ અંગે રૂા.6.37 કરોડ નો ખર્ચ મંજુર કરવામાં આવેલ છે.

તેમજ ભુગર્ભ ગટર શાખા હસ્તકના શહેરના અલગ-અલગ 5 પમ્પીંગ સ્ટેશનો ઓપરેશન અને મેઈન્ટેનન્સ માટે વાર્ષિક ખર્ચ રૂા.1.34 કરોડ મંજુર કરવામાં આવેલ છે. જેમાં ગાંધીનગર,નવાગામ ઘેડ,કાલાવડ નાકા, વ્હોરાના હજીરા, ગોકુલનગર પમ્પીંગ સ્ટેશન સહિતના વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

