Gujarat

અમરેલી જિલ્લામાં માર્ગ મરામતની કામગીરી પૂરજોશમાં

અમરેલી જિલ્લામાં માર્ગ મરામતની કામગીરી પૂરજોશમાં

જિલ્લાના માર્ગ અને મકાન -પંચાયત
હેઠળના ૧૭ રસ્તાઓની પેચવર્કની કામગીરી પૂર્ણ :
ગ્રામ્ય વિસ્તારના ૮ જેટલા રસ્તાઓના
રિપેરીંગની ઝડપભેર થઈ રહેલી કામગીરી

અમરેલી તા.૨ સપ્ટેમ્બર, ૨૦૨૪ (સોમવાર) અમરેલી જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત થયેલા રસ્તાઓનું મરામત કાર્ય તંત્ર દ્વારા પૂરજોશમાં કરવામાં આવી રહ્યું છે. બિસ્માર રસ્તાઓનું મેટલિંગ દ્વારા પેચવર્ક થઇ રહ્યું છે, હાલ જિલ્લાના માર્ગ અને મકાન-પંચાયત વિભાગ હેઠળના ૧૭ જેટલા રસ્તાઓનું પેચવર્ક પૂર્ણ કરવામાં આવ્યું છે.
આ કામગીરી સંદર્ભે જરુરી વિગત આપતા જિલ્લા પંચાયતના માર્ગ અને મકાનના કાર્યપાલક ઇજનેર શ્રી રાધિકાબેન ગઢીયાએ જણાવ્યું કે, બાબાપુર- તરવડા-મેડી -સરંભડા, મોટા માંડવડા -કેરાળા, સાવરકુંડલા- હાથસણી, દેવકા- નિંગાળા, લીલીયા-ભેસવડી સહિતના ૧૭ જેટલા રસ્તાઓની પેચ વર્કની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારના ૮ જેટલા માર્ગોનું મેટલિંગ પેચવર્ક પૂરજોશમાં શરુ છે, જે વહેલી તકે પૂર્ણ કરી દેવામાં આવશે. આમ, લોકોને વાહન વ્યવહારમાં રાહત મળી રહે તે માટે માર્ગ મરામતની કામગીરી તંત્ર દ્વારા ઝડપભેર કરવામાં આવી રહી છે.
રોહિત