Gujarat

શ્રીમતી એસ.એચ.ગજેરા કેમ્પસના વિદ્યાર્થીઓ યોગ સ્પર્ધામાં 6-મેડલ પ્રાપ્ત કરી ઝળહળતી સિધ્ધી મેળવી

શ્રીમતી એસ.એચ.ગજેરા કેમ્પસના વિદ્યાર્થીઓ યોગ સ્પર્ધામાં 6-મેડલ પ્રાપ્ત કરી ઝળહળતી સિધ્ધી મેળવી

હાલમાં શરૂ અખિલભારતીય રમોત્સવમાં GYS.A (ગુજરાત યોગાસના સ્પોર્ટ્સ એસોસિએશન) દ્વારા અમરેલી જિલ્લા કક્ષાની યોગ સ્પર્ધા યોજાઈ હતી જેમાં જુનિયર તથા સબ જુનિયર એમ બેજન્ને યોગ સ્પર્ધામાં વિવિધ શાળાઓ માથી સ્પર્ધકોએ પાર્ટિસિપેટ કરેલ હતું. જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લઈ શાળાઓનું નેતૃત્વ કરેલ હતું, જેમાં અમરેલી જિલ્લાની શ્રીમતી શાંતાબેન હરિભાઇ ગજેરા સ્પોટ્રસ વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કરી 2-ગોલ્ડ, 2-સિલ્વર અને 2-બ્રોન્ઝ સાથે યોગ સ્પર્ધામાં અમરેલી જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યૂ, જેમાં પટેલ હેનિલ અને પાનેરી કાવ્ય ગોલ્ડ મેળવેલ, વિરડીયા કુંજ અને પંચાલ વિહાન સિલ્વર મેડલ મેળવેલ, તથા કાછડિયા શુભ અને પડસાલા દર્શન બ્રોન્ઝ મેડલ મેળવેલ છે.”યોગ ભગાડે રોગ” આપણે બધાના શરીરની એક ભૌતિક રચના છે, પણ તે આપણું વ્યક્તિત્વ નથી યોગ જ એક માત્ર એવો રસ્તો છે જેનાથી વ્યક્તિની આંતરિક ચેતનાનો વિકાસ થઈ શકે છે આજે વિદ્યાર્થીઓને યોગનું પ્રશિક્ષણ તેમની વિવિધ સમસ્યાઓને ધ્યાનમાં રાખી આપવું જોઈએ ઉપચારના ક્ષેત્રમાં પણ યોગ દ્વારા અનેક પ્રયોગો થાય છે આ માટે યોગના વિભિન્ન પાસાઓ નો વ્યવસ્થિત રૂપથી અભ્યાસ કરવો પડે છે.આ તકે પ્રમુખ વસંતભાઈ ગજેરા,મંત્રી મસુખભાઈ ધાનાણી, મંત્રી ચતુરભાઈ ખૂંટ તેમજ કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઇ પેથાણીએ વિદ્યાર્થીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા.

રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20240903-WA0031-3.jpg IMG-20240903-WA0030-2.jpg IMG-20240903-WA0033-1.jpg IMG-20240903-WA0032-0.jpg