Gujarat

વિસાવદર પોલીસ સ્ટેશનના બે પોલીસ જવાનોને ખાતાકીય પ્રમોશન

વિસાવદર પોલીસ સ્ટેશનના બે પોલીસ જવાનોને ખાતાકીય પ્રમોશન

તાજેતરમાં ગૃહ વિભાગ દ્વારા પોલીસ બેડામાં ખાતાકીય બઢતીના દોર આપવાનું શરૂ થતાંની સાથે જ જુનાગઢ જિલ્લાના આર્મ તથા અનાર્મમાં ફરજ બજાવતા પોલીસ જવાનોની પોતાની હાલની રેન્ક થી આગળની રેન્કમાં પ્રમોશન આપી જે તે જિલ્લાના પોલીસ અધિક્ષક (એસ.પી.) શ્રી તથા અન્ય અધિકારીઓના વરદ હસ્તે બઢતી રેન્ક એનાયત કરવામાં આવેલ.
વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મી વિરાભાઇ દાદાભાઈ ગઢવીને એ.એસ.આઈ. નું પ્રમોશન તેમજ સ્ટેશન પી.આઇ.ના રાઈટર અવિનાશભાઈ પંડ્યાને પોલીસ હેડ કોન્સ્ટેબલનું પ્રમોશન રેન્ક આપી જુનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક (એસ.પી.) શ્રીહર્ષદ મહેતાએ સન્માનિત કરી અભિનંદન પાઠવેલ.
આમ જુનાગઢ જિલ્લામાં કુલ ૫૬ જેટલા પોલીસ કર્મીઓને જુદી જુદી રેન્કમાં પ્રમોશન આપવામાં આવેલ તે બદલ જુનાગઢ જિલ્લા પોલીસ ગૌરવ અનુભવે છે. સાથોસાથ વિસાવદર પોલીસ સ્ટાફ કર્મીઓએ પોતાના બંને સાથી જવાનોને ખાતાકીય પ્રમોશન મળવા બદલ તેમજ જિલ્લાના તમામ જવાનોને મળેલ પ્રમોશન બદલ શુભેચ્છાઓ પાઠવેલ.
એ.એસ.આઈ વિરાભાઇ ગઢવી મો.૮૧૪૦૩૯૪૮૪૯ તથા હેડ કોન્સ્ટેબલ અવિનાશભાઈ પંડ્યા મો.૯૯૨૫૩૩૭૫૫૬ ઉપર ખાતાકીય પ્રમોશન મળવા બદલ સગા, સંબંધી, સ્નેહીઓ તેમજ મિત્ર વર્તુળમાંથી અભિનંદનની વૃષ્ટિ થઈ રહી છે.
*સી. વી. જોશી વિસાવદર*

IMG-20240903-WA0044-0.jpg IMG-20240903-WA0046-1.jpg IMG-20240903-WA0047-2.jpg IMG-20240903-WA0045-3.jpg