Gujarat

સુરત શહેર ડી.સી.બી. પો.સ્ટે. ના ગુનામાં છેલ્લા ૪ વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

સુરત શહેર ડી.સી.બી. પો.સ્ટે. ના ગુનામાં છેલ્લા ૪ વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્જ આઈ.જી.ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓએ અમરેલી જીલ્લામાં તથા બહારના જિલ્લાઓમાં ગુનાઓ આચારી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે અમરેલી જિલ્લામાં રહેતા આવા નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય,જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે સુરત શહેર ડી.સી.બી.પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૨૧૦૦૧૫૨૦૦૦૮૮/૨૦૦૦, આઈ.પી.સી. કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦ (બી) મુજબના ગુનાનો આરોપી પોતાની ધરપકડ ટાળવા માટે છેલ્લા ૪ વર્ષથી નાસતો ફરતો હોય, મજકુર લીસ્ટેડ આરોપીને ચોકકસ બાતમી હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે પકડી પાડવામાં આવેલ છે

*પકડાયેલ આરોપીની વિગતઃ*-

*અશ્વિનભાઈ રમેશભાઈ પાનશેરીયા, ઉ.વ.૪૩, રહે.સુરત, ૨૫-એ, રૂક્ષમણી સોસાયટી-એ, પુણાગામ, કારગીલ ચોક, તા.જિ.સુરત હાલ રહે.સુરત, ૧૨૭, ઠાકોર દ્રાર, સરથાણા જકાતનાકા પાસે, વૃજભુમી સોસાયટીની બાજુમા, તા.જિ.સુરત. મુળ રહે.ગમા પીપળીયા, તા.બાબરા, જિ.અમરેલી*

*આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી.પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા એ.એસ.આઇ.અજયભાઈ સોલંકી તથા હેડ કોન્સ.કિશનભાઈ આસોદરીયા,તુષારભાઈ પાંચાણી તથા પો.કોન્સ.ઉદયભાઈ મેણીયા, હરેશભાઈ કુંવારદાસ દ્વારા કરવામાં આવેલ છે.

*રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20240903-WA0048.jpg