Gujarat

શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ શ્યામ વાડી – જુનાગઢ દ્વારા વિદ્યાર્થીઓને સન્માન સમારોહ

શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ શ્યામ વાડી – જુનાગઢ દ્વારા વિદ્યાર્થીઓને સન્માન સમારોહ -2024 તારીખ 01/09/2024 રવિવાર ના રોજ યોજવામાં આવેલ 468 વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્રથી સન્માનવામા આવેલ
શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ જુનાગઢ દ્વારા 2023/24 માં સારા માર્ક્સ મેળવી ઉત્તીર્ણ થયેલ ને પ્રોત્સાહન આપવા અને સન્માનવાનો કાર્યક્રમ શ્રી સરદાર પટેલ સભા ગૃહ એગ્રી કેમ્પસ જુનાગઢ ખાતે જુનાગઢ કડિયા સમાજના પ્રમુખશ્રી વિવેક ધીરુભાઈ ગોહેલ ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ
આ કાર્યક્રમમાં જુનાગઢના ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વી.સી. શ્રી ડો. ચેતનભાઇ ત્રિવેદી, એગ્રી યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી એન બી જાદવ સાહેબ તેમજ જૂનાગઢના ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા, સમાજના ઉપપ્રમુખ શ્રી પ્રકાશભાઈ ચૌહાણ વિગેરે ઉપસ્થિત રહેલ.
જુનાગઢ મહાનગર કડિયા સમાજ ના વિદ્યાર્થી LKG થી કોલેજ કક્ષાના તેમજ વિશિષ્ટ પ્રતિભા મેળવેલ વિદ્યાર્થી કુલ 137 વિદ્યાર્થીઓને શીલ્ડ, પ્રમાણપત્ર, ગિફ્ટ આપી સન્માન કરવામાં આવેલ. બાકી 331 વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ, સન્માન પત્ર, ગિફ્ટ આપી સન્માનવામાં આવેલ.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા ડો. ચેતનભાઇ ત્રિવેદી તેમજ પ્રમુખશ્રી વિવેકભાઈ ડી. ગોહેલે પ્રસંગોપાત વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે માટે વક્તવ્ય આપવામાં આવેલ. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરવા માટે સમાજના ટ્રસ્ટી શ્રી જે કે ચાવડા, કિશોરભાઈ ચોટલીયા, કાળુભાઈ ચોટલીયા, વજુભાઈ કાચા, હરિભાઈ મોરવાડિયા તેમજ વિભાગીય પ્રમુખ
શ્રી ધીરુભાઈ ટાંક, અમુભાઈ ટાંક, રાજુભાઈ સોલંકી, તેજસભાઈ વેગડ, કલ્યાણજીભાઈ પરમાર તેમજ ઉપપ્રમુખ જીતેનભાઈ ચોટલીયા, કિરણભાઈ કાચા, હરિભાઈ ચાવડા રમેશભાઈ ટાંક સંજયભાઈ ચાવડા જયેશભાઈ મનાણી, મુકેશભાઈ ચાવડા, સી પી જાદવ, અમુભાઇ મકવાણા, અનુભાઈ સોલંકી, ભરતભાઈ ભાલીયા, ટી એલ મોરવાડિયા ઉપસ્થિત રહેલ.
શ્યામ યુવા સંગઠનના પ્રમુખશ્રી મોહિતભાઈ ટાંક, વરૂણભાઇ ચાવડા તથા હોદ્દેદારો તથા શ્યામ મહિલા મંડળ ના ઉપપ્રમુખ શ્રીમતી મીનાબેન ચૌહાણ, મંત્રી શ્રીમતી અરુણાબેન ભાલીયા તેમજ હોદ્દેદારો અને સેવા સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો, શ્યામ ધૂન મંડળના રાજુભાઈ ચાવડા, હાર્દિકભાઈ ચાવડા, મનોજભાઈ સાવરીયા તેમજ હિરેનભાઈ મોરવાડિયા અને શ્યામધામ મધુરમ થી વજુભાઈ સોલંકી તેમજ શ્રી વિનુભાઈ ટાંક ઉપસ્થિત રહયા હતા.
આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય બાદ મંત્રી શ્રી દિનેશભાઈ કાચા દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવેલ અને આભાર વિધિ શ્રી કિશોરભાઈ ચોટલીયા દ્વારા કરવામાં આવેલ.
આ સમગ્ર વિદ્યાર્થી સન્માન સમારોહના ફોર્મ આવ્યા બાદ થી કાર્યક્રમ પૂર્ણતા સુધી સેવા સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરોએ ખૂબ જ સહમતથી કાર્ય કરેલ અને કાર્યક્રમનું ખૂબ જ સફળતાપૂર્વક સંચાલન સેવાના મંત્રી શ્રી નિશાંત ભાઈ ચૌહાણ અને નરેશભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવેલ.

પ્રમુખ
વિવેકભાઈ ડી ગોહેલ.

IMG-20240903-WA0064-7.jpg IMG-20240903-WA0063-6.jpg IMG-20240903-WA0067-5.jpg IMG-20240903-WA0066-4.jpg IMG-20240903-WA0068-2.jpg IMG-20240903-WA0065-3.jpg IMG-20240903-WA0069-1.jpg IMG-20240903-WA0070-0.jpg