પાટણ
રાધનપુર
અનિલ રામાનુજ રાધનપુર
રાધનપુરમાં ખેડૂતોના શાકભાજી અને ફળફળાદીનું વેલ્યુએડીશન અને માર્કેટીંગ કરી આપવા બાબત ખેડૂતો સાથે બેઠક યોજાઇ..
*ગુજકોમાસોલના ચેરમેન,રાધનપુર APMC ચેરમેન સહિતના હોદ્દેદારોએ વિગતવાર પ્રેઝન્ટેશન આપ્યું..*
ગુજરાત સ્ટેટ કો – ઓ . માર્કેટીંગ ફેડરેશન લિ .ખેડૂતોના શાકભાજી અને ફળફળાદીનું વેલ્યુએડીશન અને માર્કેટીંગ કરી આપવા બાબત ખેડૂતોને જાણકારી આપવામાં આવી હતી. રાધનપુર એપીએમસી ખાતે ગુજરાત સ્ટેટ કો – ઓ . માર્કેટીંગ ફેડરેશન લિ . તરફથી મહેસાણા ખાતે થઈ રહેલ એગ્રી લોજીસ્ટીક પાર્ક કે જેમાં કોલ્ડ સ્ટોરેજ , પ્રોસેસીંગ યુનિટ ફ્રોઝન યુનિટ અને પેકેજીંગ લાઈન આવતા વર્ષા શરૂઆતમાં શરૂ થનાર છે . જેમાં ખેડૂતો દ્વારા ઉગવવામાં આવતા ફળ અને શાકભાજીનું પ્રોસેસીંગ કરી , ફ્રોઝન કરી , પેકેજીંગ કરી , “ ગુજકો બ્રાન્ડ ” ના નામે નિકાસ થઈ શકે તે માટે પ્રગતિશીલ ખેડૂતો અને સેવા સહકારી મંડળીઓની એક બેઠક રાખવામાં આવી હતી.
જે બેઠક દરમિયાન ગુજકોમાસોલના ચેરમેન દિલીપભાઈ સંઘાણી , વાઈસ ચેરમેનશ બિપીનભાઈ પટેલ ( ગોતા ) અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્યઓના માર્ગદર્શન મુજબ સી.ઈ.ઓ. દિનેશ સુથાર , એડવાઈઝર વાય.એ. બલોચ , અભ્યુદય ભારત પ્રોજેક્ટ પ્રા.લિ.ના ધવલભાઈ રાવલ તેઓની ટીમ સાથે હાજર રહી વિગતવાર પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. અને આવનારા સમયે મહેસાણા ખાતે ગુજકોમાસોલના થઈ રહેલ પ્રોજેક્ટને ધ્યાનમાં લઈ ખેડૂતો સાથે કોન્ટ્રાક્ટ ફાર્મીંગ કરી ખેડૂતોના ફળ અને શાકભાજી અગાઉથી કિંમતો નિર્ધારિત કરી ખરીદ કરવાનું અને આ ખરીદી જે વાવેતર થાય તે વાવેતરમાં સીડ્સ , બાયો ફર્ટીલાઈઝર , બાયો પેસ્ટીસાઈડ્ઝનો ઉપયોગ ખેડૂતો કરે તે માટે નિષ્ણાંતોનું જરૂરી માર્ગદર્શન અને મદદ કરવામાં આવશે અને આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્ટ ટેકનોલોજીથી સજ્જ ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવનાર છે.
ખેડૂતો જે વાવેતર કરે તેનો સંબંધિત ડેટા પણ લેવામાં આવશે અને એ ડેટાના આધારે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવનાર છે અને આ કામગીરીમાં જે સહકારી મંડળીઓ ભાગ લે તેઓને પણ તેઓનું પુરતું વળતર મળી રહે તે મુજબનું આયોજન વિશે વાત કરવામાં આવી તથા અભ્યુદય ભારત પ્રોજેક્ટ પ્રા . લિ.ના બાગબાનએ ઓર્ગેનિક ખેડૂત પધ્ધતિનું વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું . આમ , ખેડૂતોને પોતાના કૃષિ ઉત્પાદનમાં યોગ્ય અને વ્યાજબી ભાવ મળી રહે અને વેલ્યુએડીશન તથા માર્કેટીંગની સુવિધા ઉભી થાય તેની ચર્ચા કરવામાં આવી હતી. ખેડૂતો અને મંડળીઓના હાજર પ્રતિનિધિઓ તથા તાલુકા ખરીદ વેચાણ સંઘ લિ.ના ચેરમેન તેમજ રાધનપુર એપીએમસી ના ચેરમેન ડોક્ટર કનુભાઈ ચૌધરી રસુલભાઈ મલેક વારાહી વાળા તેમજ કેશુભા દરબાર તેમજ બાબુભાઈ ચૌધરી તેમજ દજાભાઈ ચૌધરી તેમજ બનાસ એફ.ઈ.ઓ નાં વાઇસ ચેરમેન બાબુજી ઠાકોર વિગેરે હાજર રહી ચર્ચામાં ભાગ લીધો હતો અને સમગ્ર ખેડૂત આલમે આ બાબતે ઉત્સાહ દર્શાવ્યો હતો.


