પાટણ
રાધનપુર
અનિલ રામાનુજ રાધનપુર
હારીજના ઉધોગપતિએ જરૂરિયાત મંદ પરિવારોમાં રાશનકીટનું વિતરણ કરી જન્મ દિવસની ઉજવણી કરી
*વરસાદી માહોલમાં અમૃતપુરા વિસ્તારમાં જરૂરિયાત મંદ પરિવારોમાં ૧૦૦ જેટલી કરિયાના કીટનું વિતરણ કર્યું ..*
*મેઘમહેરને પગલે અસરગ્રસ્ત વિસ્તારમાં જરૂરિયાત મંદ પરિવારોને કરીયાણા કીટનું વિતરણ કરી જન્મ દિવસ ઉજવ્યો..*
પાટણ જિલ્લાના હારીજ શહેરમાં અનોખી રીતે અને સેવાકીય પ્રવૃત્તિ કરીને જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં હારીજ શહેરના ભામાશા તરીકેની નામના મેળવનાર જલિયાણ ગ્રુપના હોનર દરેક સેવાના કાર્યોમાં પોતાનો સહયોગ આપનાર મિતેશભાઇ ઠક્કરે પોતાના ૪૯મા જન્મ દિવસ નિમિત્તે ચોમાસાની ઋતુમાં અવિરત મેઘમહેરને પગલે અસરગ્રસ્ત વિસ્તારમાં પોહચી જરૂરિયાત મંદ પરિવારોને કરીયાના કીટનું વિતરણ કરી પોતાના જન્મ દિવસની અનોખી ઉજવણી કરી હતી.
હારીજના જલિયાન ગ્રુપના માલિક મિતેશભાઈ ઠક્કર,શૈલેષભાઇ ઠક્કર,નિલેશભાઈ ઠક્કર,પુત્ર યુવરાજ ઠક્કર,બ્રીજેશ ઠક્કર તથા પરિવારજનો દ્વારા હારીજ પંથકમાં જરુરિયાત મંદ પરિવારોની સાથે હર હમેશ પડખે ઊભા રહી સેવાના કાર્યો સાથે સંકળાયેલા પરિવારે ગૌ શાળામાં ગાયોની સેવા માટે દાન પુણ્ય, બીમાર લોકોની મદદરૂપ થવા સહિત અંબાજી પગપાળા દર્શનાર્થે જતા પદયાત્રીઓની સેવામાં છેલ્લા દસ વર્ષથી અવિરત જલિયાણ સેવા કેમ્પમાં ભોજનના મુખ્ય દાતા તરીકે મિતેશકુમાર ફરશુરામ ભાઈ ઠક્કર જલિયાણ ગ્રુપ પરિવાર તરફથી બે લાખ એકાવન હજારનું માતબર દાન અર્પણ કરી માં અંબાના આશીર્વાદ મેળવ્યા હતા. તથા આગામી દિવસોમાં સોમનાથનગર,ભીલવાસ,રાવળવાસ ટેકરા,ધૂણીયા સહિતના વિસ્તારોમાં જરૂરિયાત મંદ પરિવારોમાં રાશનકીટનું વિતરણ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.




