રાજકોટ મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા પરથી છેલ્લા આઠ વર્ષથી ફરાર થયેલ પાકા કામના કેદીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ, જિ.અમરેલી
*વિગતઃ*- આ કામના કેદીને ભાવનગર બી ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.નં.૯૭/૨૦૧૦ IPC કલમ ૩૬૪-એ,૧૨૦-બી વિ. મુજબના ગુન્હામાં સજા થયેલ જે કામે રાજકોટ મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી તરીકે સજા ભોગવતો હોય અને નામ ગુજરાત હાઇકોર્ટના હુકમ અન્વયે કેદીને પેરોલ રજા પર મુક્ત કરવા હુકમ થતાં મજકુર આરોપીને તા.૧૧/૦૭/૨૦૧૬ ના રોજ મુક્ત થયેલ અને મજકુર આરોપી તા.૨૨/૦૭/૨૦૧૬ ના રોજ ફરાર થયેલ જે કામે આરોપી આજદિન સુધી ફરાર હતો.
ગૌતમ પરમાર પોલીસ મહાનિરીક્ષક.ભાવનગર વિભાગ ભાવનગરનાઓએ રેન્જના જિલ્લાઓમાં ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી તથા ફરાર કેદીઓ પકડવા સુચના આપેલ હોય જે અન્વયે હિમકર સિંહ પોલીસ અધિક્ષક, જિ.અમરેલીનાઓ દ્વારા નાસતા ફરતા આરોપી તથા ફરાર કેદીઓ શોધી કાઢવા તથા અસરકારક કામગીરી કરવા જરૂરી માર્ગદર્શન તથા સુચના આપેલ હોય જે અનુસંધાને સી.એન.દવે.પો.સબ ઇન્સ.પેરોલ ફર્લો સ્ક્વોર્ડ જિ.અમરેલીનાઓની સુચના મુજબ પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમ સુરત શહેર ખાતે નાસતા ફરતા આરોપીની તપાસમાં હોય અને તેઓને બાતમી હકીકત આધારે રાજકોટ મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા પરથી ફરાર થયેલ પાકા કામના કેદીને તા.૦૬/૦૯/૨૦૨૪ ના રોજ સુરત, કતારગામ, લલીતા ચોકડી પાસેથી પકડી તપાસ પુછપરછ કરી આગળની ઘટતી કાર્યવાહી કરી રાજકોટ મધ્યસ્થ જેલને સોંપેલ.
*પકડાયેલ ફરાર કેદી*:-
*ભરતભાઈ અમરાભાઇ કળોતરા રહે.ધોળા તા.ઉમરાળા જી.ભાવનગર*
*આ કામગીરી હિમકર સિંહ પોલીસ અધિક્ષક અમરેલીનાઓની સુચના અન્વયે સી.એન.દવે પો.સબ ઇન્સ. પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી તથા એ.એસ.આઇ. જે.આર.હેરમા, કે.જે.બેરા, જયપાલસિંહ ઝાલા તથા હેડ કોન્સ. મહાવીરસિંહ સિંધવ તથા પો. કોન્સ. સતારશા શેખ એ રીતેના જોડાયેલ હતા.*
*રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

