Gujarat

ધોરાજીના દરબારગઢ રોડ પર ખાડાના નિર્દેશ માટે મહાકાય પથ્થર મૂકવા પડ્યા

ધોરાજીનો દરબાર ગઢ રોડ અત્યંત બિસ્માર બની ગયો છેે. વરસાદ રહી ગયાને એક સપ્તાહ કરતાં પણ વધારે સમય વીતી જવા છતાં મહાકાય ખાડા હજુ પાણીથી ભરેલા છે અને ડામરનું નામોનિશાન નથી. વાહનચાલકોને દુરથી જ ખ્યાલ આવી જાય કે અહીં ખાડો છે તે માટે કોઇ માનવતાવાદીએ મોટા પથ્થક કે જે દુરથી પાળિયા જેવા દેખાય છે

તે મૂકી દીધા છે, એક સમયે પાળિયા એમના રચાય છે કેે જેઓ વતન માટે શહીદ થયા હોય કે ફના થઇ ગયા હોય, અહીં તો લોકોને મોત કે ઇજાથી બચાવવા આ રીતે પથ્થરો મૂકવા પડ્યા છે. જે ખાંભી નથી છતાં રક્ષા કરે છે તે નક્કી! લોકો ગમે તેટલી રજૂઆતો કરે, તંત્રને આ બધું તો કોઠે પડી ગયું છે.