Gujarat

યુવકની દારૂ પીવાની આદતથી કંટાળી અન્ય જગ્યાએ રહેવા ચાલ્યા ગયા હતા, ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી

જામનગર શહેરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતા યુવાનને દારૂ પીવાની આદત હોય અને કોઈપણ કામ ધંધો કરતો ન હતો તેથી તેની પત્ની અને બાળકો તે દારૂ પીતા યુવાનને છોડીને બીજે રહેવા જતા રહ્યા હતા.ત્યારબાદ યુવાને ગાળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.

મળતી માહિતી મુજબ શહેરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતા કારાભાઈ બાબુભાઈ વાઘેલા નામના કોઈપણ કામધંધો ન કરનાર બેકારીને દારૂ પીવાની આદત હતી અને આ આદતના કારણે તેની પત્ની રીતાબેન અને બાળકો યુવાનને છોડીને બીજે રહેવા જતા રહ્યા હતા.

તેમજ કોઈપણ સંબંધીઓએ પણ યુવાન સાથે સંબંધ ઓછો કરી નાખ્યો હતો જેથી યુવાન જિંદગીથી કંટાળીને તેના ઘરે રૂમમાં લાકડાની આડીમાં સાડી વડે ગળાફાંસો ખાય આત્મહત્યા કરી જીવન ટૂંકાવી લીધું હતું.

ત્યારબાદ આ બનાવની જાણ મૃતકના ભાઈએ પોલીસને કરી હતી અને પોલીસ ઘટના સ્તરે પહોંચી મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટમોર્ટમમાં મોકલી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.