રોટરી કલબ ઓફ સુરત ઇસ્ટ દ્વારા યુનિટી હોસ્પીટલ અને સ્વાસ્થ્ય મિલન ફાઉન્ડેશન ના સહિયારા પ્રયાસ થી યુનિટી હોસ્પિટલ, પરવત પાટીયા ખાતે સુરતના પોલીસ જવાનો માટે સર્વ રોગ નિદાન માટે કેમ્પ યોજવામાં આવ્યો હતો.
આજ રોજ રોટરી કલબ ઓફ સુરત ઇસ્ટ દ્વારા “Wellness for the Brave: Prioritizing Health for Our Police Heroes” ના સ્લોગન ને સાર્થક કરવા સમાજ ની રક્ષા કરતા પોલીસ જવાનોનાં શારીરિક તપાસ કરવાનો કેમ્પ રાખવામાં આવેલ હતો. જેમાં ૨૫૦ થી વધુ પોલીસ જવાનોએ ભાગ લીધો હતો.
આ કેમ્પમાં ગુજરાતના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયા તેમજ નાયબ પોલીસ કમિશનર શ્રીમતી ભક્તિબા ડાભી , શ્રી રમેશભાઈ વઘાસિયા, તેમજ શ્રી હિતેશભાઈ અંટાળા(હાસ્ય કલાકાર) અતિથિ પદે હાજર રહ્યા હતા અને સાથે “સ્વસ્થ મિલન ફાઉન્ડેશન ના ફાઉન્ડર દેવ સોજીત્રા, ડિયા જવાહર અને સિધ્ધિ પટોલિયા પણ હાજર રહ્યા હતા.
રોટરી કલબ ઓફ સુરત ઈસ્ટ ના પ્રેસિડેન્ટ રો.પ્રફુલભાઈ ચોડવડિયા અને સેક્રેટરી રો.નીતેશ વાગડિયાના અને મંથ લીડર વીણાબેન પટેલ ના નેતૃત્વ હેઠળ પ્રોજેક્ટ ચેરમેન રો.પી.એમ. ગોંડલીયા અને તેમની ટીમ દ્વારા આ કાર્યક્રમ ને સફળ રીતે પાર પાડવામાં આવ્યો હતો આ સમગ્ર કાર્યક્રમનું સૌજન્ય રો.પી.એમ. ગોંડલીયા દ્વારા મળેલ હતું. આ પ્રોગ્રામમાં યુનિટી હોસ્પિટલ તરફ થી ડૉ.અમિત પટેલ (હાડકા ના ડોક્ટર), ડૉ.મિલન જીયાણી (જનરલ ફીજીસીયન), ડૉ.પીન્ટુ ભાખર (પાચનતંત્ર ના ડોક્ટર), ડૉ.કેતન રૂપાળા (કીડની ના ડોક્ટર), ડૉ.વૈશાલી સાવલિયા (સ્ત્રી રોગ ના ડોક્ટર), ડૉ.કેતન ધામી (દાંત ના ડોક્ટર) એ તમામ પોલીસ જવાનોનું નિદાન કરી જરૂરી દવા પણ આપવામાં આવી હતી .વધુ માં SORUS લેબોરેટરી તરફ થી જરૂરી બ્લડ રિપોર્ટ પણ કરી આપવામાં આવેલ હતા.



