ગૌરવ અગ્રવાલ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર જીલ્લા તથા કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છો.ઉ ડિવીઝન, છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ જીલ્લામાં બનતા હથીયાર સબંધી ગુના તથા એ.ટી.એસ ના ચાર્ટર મુજબની કામગીરી સોધી કાઢી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના કરતા એમ.એફ.ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર રંગપુર પો.સ્ટે.નાઓ સ્ટાફના માણસો સાથે રંગપુર પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન અંગત બાતમીદારથી બાતમી મળેલ કે ભોરદા ગામની સીમમાં બીલવાંટ નજીક આવેલ ડુંગરમાં કેટલાક માણસો ગે.કા. હથીયાર સાથે શીકાર કરવા આવેલ છે
તેવી મળેલ ચોકકસ બાતમી હકિકત આધારે ભોરદા ગામની શીમમાં રેઇડ કરતા એક આરોપી દેશીહાથ બનાવટની એક નાળીવાળી બાર બોરની બંદુક કિ.રૂ.૧૫,૦૦૦/- નો તથા જીવતા કાર્ટીઝ નંગ-૦૬ કિં.રૂ.૬૦૦ ની સાથે પકડાઇ જઇ તથા સાથેના સહ આરોપીઓ પોત-પોતાની મો.સા. નંગ-૦૪ સ્થળ ઉપર મુકી આરોપી નં.૦૫ નાનો પોતાની પાસેની બંદુક લઇ ભાગી જતા પકડાયેલ બંદુક તથા કાર્ટીઝ નંગ -૦૬ તથા પકડાયેલ મો.સા.નં.૦૪ ની સાથે મળી કુલ કિંમત રૂ.૧,૩૦,૬૦૦/- નો મુદ્દામાલ મળી આવતા તેઓની વિરુધ્ધમાં ધી આર્મ એકટ કલમ ૨૫(૧-બી),(એ), જી.પી.એક્ટ.૧૩૫ મુજબ ગુનો રજી કરી આરોપી હેરીશ યુસુફ દેવરકીયા(ભીલ) ઉ.વ.૫૬ રહે.આમખુટ તા.કઠ્ઠીવાડા જી.અલીરાજપુર નાઓને અટક કરી સાથેના સહ આરોપીઓને સોધી કાઢવા ચક્રો ગતીમાન કરી આગળની વધુ કાર્યવાહી કરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

