શ્રીમતી એસ.એચ.ગજેરા કેમ્પસના વિદ્યાર્થીઓની S.G.F.I. U-14 યોગાસન સ્પર્ધામાં અવિરત દબદબા સાથે રાજ્ય લેવલે પસંદગી
અમરેલી તારીખ 5/9/2024 ના રોજ જિલ્લા કક્ષા સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત દ્વારા અમરેલી જિલ્લા અંડર-14નાં ભાઈઓની યોગાસન સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું, તેમાં જિલ્લાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કરેલ હતું. જેમાં શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી, પટેલ હેનીલ પ્રથમ નંબર સાથે ગોલ્ડ મેડલ મેળવેલ, કપાસી મુફદલ દ્વિતીય નંબર સાથે સિલ્વર મેડલ મેળવેલ અને પાનેરી કાવ્ય તૃતીય નંબર સાથે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરેલ, આ વિદ્યાર્થીઓ આગામી સમયમાં SGFI અંડર-14નાં ભાઈઓ યોગાસન સ્પર્ધા રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે. હાલ વિદ્યાર્થીઓને યોગા ટ્રેનર ગોહિલ જયદેવસિંહના માર્ગદર્શન હેઠળ યોગાસન શીખવવામાં આવે છે. ભવિષ્યમાં વધુ સારી સિદ્ધિઓ મેળવી વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાએ પસંદગી થાય છે.આ તકે સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મંત્રી મનસુખભાઈ ધાનાણી,મંત્રી ચતુરભાઈ ખૂંટ. કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણી તેમજ શાળાના આચાર્ય અને સ્ટાફગણ દ્વારા વિદ્યાર્થીઓને રાજ્યકક્ષાએ પણ આવીજ રીતે અવિરત દબદબો કાયમ રાખે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
*રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*



