Gujarat

રાજકોટ મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા ઉપર છુટી ફરાર પાકા કામના કેદીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

રાજકોટ મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા ઉપર છુટી ફરાર પાકા કામના કેદીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ રેન્જના જિલ્લાઓમાં ગુનાઓ કરી, નાસતા ફરતા આરોપીઓને તથા જેલમાંથી ફરાર કેદીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં શરીર સબંધી અને મિલકત સબંધી ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતાં આરોપીઓ તથા જેલમાંથી પેરોલ/ફર્લો તથા વચગાળાના જામીન પરથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ.

જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ દ્વારા વિસાવદર પો.સ્ટે. (જિ.જુનાગઢ) ગુ.ર.નં. ૧૧૨૦૩૦૨૦૦૩૬૬/૨૦૨૦, આઇ.પી.સી. કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ વિ. મુજબના ગુનાના કામે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે પાકા કામના કેદી નામદાર ગુજરાત હાઇકોર્ટના હુકમ આધારે તા.૦૧/૦૮/૨૦૨૪ ના રોજ પેરોલ રજા ઉપર મુક્ત થયેલ હોય અને મજકુર કેદીને તા.૦૯/૦૮/૨૦૨૪ ના રોજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનું હતું પરંતુ તે જેલમાં હાજર થવાને બદલે ફરાર થઇ ગયેલ હોય, મજકુર કેદીને બાતમી હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે આજ રોજ તા.૧૬/૦૯/૨૦૨૪ ના રોજ પકડી પાડી, રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે મોકલી આપેલ છે.

પકડાયેલ કેદીનું નામઃ-

રાજેશભાઈ દડુભાઈ સોલંકી, ઉ.વ.૩૧, રહે.તોરી, સરકારી દવાખાના પાછળ, તા.વડીયા, જિ.અમરેલી.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા હેડ કોન્સ. આદિત્યભાઇ બાબરીયા, કુલદીપભાઇ દેવભડીંગજી દ્વારા કરવામાં આવેલ છે.

IMG-20240916-WA0150-1.jpg IMG-20240916-WA0151-0.jpg