Gujarat

એમ.પી માંથી ગુજરાત રાજ્યમાં શાકભાજીની આડમાં લઈ જવાતો પીકપ ડાલામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ/બિયરનો કુલ કિ.રૂ. ૭,૧૧,૩૮૦/- નો પ્રોહી મુદ્દામાલ પકડી પાડતી કવાંટ પોલીસ

ગૌરવ અગ્રવાલ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના તથા કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન, નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી પ્રવ્રુતી નેસ્ત નાબુદ કરવા તથા દારૂબંદીના કાયદાની કડક અમલવારી થાય તે સારૂ પોસ્ટે વિસ્તારમાં અંગત બાતમી દારો ઉભા કરેલ હતા.
આજ રોજ કવાંટ પોસ્ટેના પો.ઇન્સ એ.આર.પ્રજાપતિ તથા પો.સ.ઇ. એ.ડી.ચૌહાણ નાઓ ધનીવાડી નાકા ઉપર ગણેશ મહોત્સવ નિમિત્તે વાહન ચેકીંગની કામગીરીમાં હતા જે દરમ્યાન મહિન્દ્રા બોલેરો પીકપ ગાડી નંબર MP-41-GA-4226 ની અંદર ભીંડા ભરેલ બોરીઓની આડમાં ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂ તથા બિયરની કંપની શીલબંધ કુલ બોટલ નંગ – ૨૫૭૮ ની કુલ કિ.રૂ. ૭,૧૧,૩૮૦/- તથા સદરી પ્રોહી મુદ્દામાલની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ મહિન્દ્રા બોલેરો પીકપ ગાડી નંબર MP-41-GA-4226 ની કિ.રૂ. ૭,૦૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૧ ની કિ.રૂ. ૧,૦૦૦/- તથા અંગઝડતીના રોકડા – ૨,૫૦૦/- મળી કુલ ૧૪,૧૪,૮૮૦/- ના મુદ્દામાલ સાથે આરોપી અનિલભાઈ જગતસિંહ જાતે બામણીયા ઉવ. ૨૮ રહે. માલીપુરા, બાબલી ગામ, પોસ્ટ – આલી તા. ડહી જિલ્લો ધાર (મધ્યપ્રદેશ) નાઓને પકડી પાડી કવાંટ પો.સ્ટેમાં ગુનો રજી કરવામાં આવેલ છે
ગુનામાં સંડોવાયેલ સહ આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કરેલ છે. આમ કવાંટ પોલીસ સ્ટેશનના સ્ટાફને પ્રોહીબીશનનો ગણના પાત્ર કેશ શોધી કાઢવામાં સફળતા મળેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર