ગાંધીનગર
ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઝાપડ થી વિકસતી ગિફ્ટ સિટીની મુલાકાત લીધી હતી અને ટે દરમ્યાન પ્રગતિ હેઠળના વિવિધ પ્રોજેક્ટની અધિકારીઓ સાથે સમીક્ષા હાથ ધર્યા બાદ ગિફ્ટ સિટીમાં કાર્યરત સ્ટોક એક્સચેન્જની ગતિવિધિઓનું નિરીક્ષણ કરી જાત માહિતી મેળવી હતી. મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, ગિફટ સિટીના ચેરમેન સુધિર માંકડ, એમ.ડી. તપન રે સહિત રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો, અધિકારીઓ આ બેઠકમાં સહભાગી થયા હતા. ગિફટ સિટીના ચેરમેન સુધિર માંકડે મુખ્યમંત્રીને ગિફટ સિટીના શરૂઆતના તબક્કાથી લઇ વર્તમાન કાર્યોનું વિવરણ પ્રેઝન્ટેશન દ્વારા આપ્યુ હતું તથા ભાવિ આયોજનોનો વિસ્તૃત ખ્યાલ આપ્યો હતો.
મુખ્યમંત્રીને ગિફટ સિટીમાં જે નવા ઇનીશ્યેટીવ્ઝ હાથ ધરાઇ રહ્યા છે તેમાં મુખ્યત્વે બુલિયન એક્સચેન્જ, એરક્રાફટ લિઝીંગ અને શિપ લીઝીંગ બિઝનેસ એક્ટીવીટીઝ, ફિનટેક હબ, ગ્લોબલ ઇનહાઉસ સેન્ટર, ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા નિર્માણાધિન ઇન્ટરનેશનલ મેરિટાઇમ કલસ્ટર, ડેવલપીંગ ઓફ શોર ફંડ બિઝનેસ અને સુચિત રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ અંગેની વિસ્તૃત માહિતી ગિફટ સિટીના ચેરમેન સુધિર માંકડે આપી હતી. તેમજ મુખ્યમંત્રી દ્વારા તેમણે ગિફ્ટ સિટીના અદ્યતન યુટિલિટી ટનલનું પણ નિરીક્ષણ કર્યું હતું. મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી તેમજ મુખ્ય સચિવ પંકજ કુમાર વગેરે તેમની સાથે જાેડાયા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિફટ સિટીમાં આ પ્રોજેક્ટ્સ ઉપરાંતના અન્ય ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસેલિટીઝના કામો માટે રાજ્ય સરકારના સંબંધિત વિભાગો સાથે ફોલોઅપ-સંકલન કરીને ત્વરાએ ઉકેલ લાવી કાર્યવાહી ઝડપી બનાવવા પણ આ સમીક્ષા બેઠકમાં સુચન કર્યુ હતું. મુખ્યમંત્રીએ ગિફટ સિટીના હિરાનંદાની ટાવરમાં કાર્યરત સ્ટોક એક્સચેન્જની ગતિવિધિઓ પણ સ્ટોક એક્સચેન્જની પ્રત્યક્ષ મુલાકાત લઇને નિહાળી હતી. તેમણે સમગ્ર ગિફટ સિટી સંકુલની અંડરગ્રાઉન્ડ યુટિલિટી ટનલનું પણ નિરીક્ષણ કર્યુ હતું.


