ગાંધીનગર
હાલ માં દક્ષીણ આફ્રિકા માં આવેલ કોરોના વાયરસનો નવો વેરિએન્ટ ના લીધે દુનિયાભર ના દેશો માં હાહાકાર મચી ગયો છે, ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ઉૐર્ં) દ્વારા પણ કોરોના વાયરસનાં નવા એમિક્રોન વેરિએન્ટની પુષ્ટિ કરી કરવામાં આવી છે. જેના પગલે રાજ્ય ના પાટનગર ગાંધીનગર માં સિવિલ તંત્ર પણ નવા વાયરસ સામે લડવા માટે ૨૮ વેન્ટિલેટર અને ૩૦ ઓક્સિજનના બેડ સાથે સાથે સજ્જ થઈ ચૂક્યું છે. આમ જાેવા જઈએ તો હાલ દેશ અને રાજ્ય માં તો નવા વાયરસનાં કોઈ દર્દી નથી પરંતુ આગોતરા આયોજનના ભાગરૂપે સિવિલ તંત્ર અત્યારથી જ સજ્જ થઈ ગયું છે. વિશ્વના અલગ અલગ દેશો પોત પોતાની રીતે નવા વેરિએન્ટ સામે લડવાની તૈયારીમાં લાગી ચૂક્યા છે. ત્યારે ભારતમાં પણ એરપોર્ટ પર મુસાફરોનું સ્ક્રીનીંગ વધારી દઈ ખાસ તકેદારીના પગલા ભરવાની શરૂઆત કરી દેવામાં આવી છે.
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ માં તંત્ર દ્વારા પણ એમિક્રોન વાયરસ સામે લડવા માટે સિવિલમાં તૈયારીઓ કરી દેવાઈ છે. જેનાં માટે સિવિલ હોસ્પિટલના પાંચમા માળ કોરોના દર્દીઓ માટે ઓક્યુપાય રાખવામાં આવ્યો છે. અને ૨૮ વેન્ટિલેટર અને ૩૦ ઓક્સિજન બેડની સુવિધા ઉભી કરી દેવાઈ છે. ગાંધીનગર સિવિલમાં આ પ્રકારના કેસ આવે તો અત્યારે ઓક્સિજન, વેન્ટીલેટર સહિતના ૮૮ જેટલા બેડની વ્યવસ્થા છે. આ વાયરસ કોરોના સંદર્ભે છે અને તેની વ્યવસ્થા પહેલાથી જ છે. જેથી અન્ય કોઈ તૈયારીની જરૂર નથી. બધો સ્ટાફ પહેલાથી ટ્રેઈન જ છે. આ વેરિએન્ટ આમ તો માઈલ્ડ છે. ઇન્ટરનેશનલ અને નેશનલ પોલીસી બનશે. ટ્રાવેલિંગમાં જનારને થવાની શક્યતા હોય છે. પરંતુ અત્યારે થ્રેડ આ વેરિએન્ટને લગતી દેખાતી નથી.
આ અંગે સિવિલ હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે, નવા વાયરસના એવા કોઈ દર્દી હજુ સુધી આવ્યા નથી. આ વાયરસ માટે જીનેટિક એનાલિસિસ કરવું પડે. જાેકે, અત્યારે ઇ્-ઁઝ્રઇ ટેસ્ટ સહિતની વ્યવસ્થા પ્રાથમિક ધોરણે કોરોના વાયરસ વિશે ખ્યાલ આવે તે માટે ગાંધીનગર સિવિલમાં અગાઉથી જ છે. ગાંધીનગર સિવિલમાં પાંચમો માળ કોરોના પેશન્ટ માટે ઓક્યુપાય રાખવામાં આવ્યો છે.
કોરોના માટે કોઈ પણ પ્રકારનો હાઇલી સિરિયસ કેસ આવે છે તો અત્યાર પૂરતા ૨૮ બેડ વેન્ટિલેટરના ઉભા કરવામાં આવ્યા છે. આ વાયરસના કારણે પણ કોલ્ડ થાય છે. જેથી કોરોના પેશન્ટની જે વ્યવસ્થા છે તે અહીં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ૩૦ ઓક્સિજનના બેડ પણ અવેલેબલ છે.જેમાં વેન્ટીલેટર લગાવાય તે પ્રકારની વ્યવસ્થા છે. જાે કેસો આવે છે તો ૨૦૦થી ૫૦૦ બેડ પણ ઉભા કરી દઈશું.


