Gujarat

રાધનપુર શહેર બન્યું ખાડાનગરી,શહેરમાં વાહન ચલાવવા બન્યા જોખમી…

પાટણ..
રાધનપુર..
અનિલ રામાનુજ રાધનપુર..

રાધનપુર શહેર બન્યું ખાડાનગરી,શહેરમાં વાહન ચલાવવા બન્યા જોખમી…

રાધનપુરના સર્વિસ રોડ પર મસમોટા મોટા 4 ફૂટ જેટલા ખાડા વાહન ચાલકો માટે જોખમી..મસમોટા ખાડાઓ પડી જતાં અકસ્માતની ભિતી સેવાઈ

નેશનલ હાઈવે ઓથોરિટી ની બેદરકારીને કારણે શહેરમાં બની રહી છે અકસ્માતની ઘટનાઓ..બિસ્માર બનેલા રસ્તાની મરામત કરવા લોક માંગ ઉઠી

પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં ઠેર ઠેર મસમોટા ખાડાઓ પડી જતાં વાહનચાલકો માટે માર્ગ જોખમી બન્યો છે.હાઇવે ઉપર બનાવવામાં આવેલ સર્વિસ રોડનું ભારે વરસાદના કારણે ધોવાણ થતા ઠેર ઠેર કપચીઓ ઉખડવાથી લઈ મસમોટા મોટા ખાડાઓ પડી જવા પામ્યા છે. જેમાં રોડની વચ્ચે 4 થી 5 ફૂટ 5 ફૂટ લાંબા ખાડામાં વાહન ચાલકો પટકાતા અકસ્માતોના બનાવો બની રહ્યા છે સાથે લોકોના કમર સહિતના ભાગોને પટકાવવાના કારણે અસર પહોંચતા સારવાર લેવાની ફરજ પડી રહી છે.
ઉપરાંત વાહનો સ્લીપ ખાઈ જતાં અનેકવાર અકસ્માત ની નાની મોટી ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે જેને લઇને શહેરમાં આગામી સમયમાં મોટી ઘટના બને તો કોઈ નવાઈ નહિ અને અકસ્માતનાં ભય ઓથાર હેઠળ ચાલકો વાહનો ચલાવવા જાણે મજબૂર બન્યા હોય તેવું જણાઈ રહ્યું છે. થોડા સમય અગાઉ જ આ માર્ગ પર વરસાદી પાણી ભરાતા રસ્તા પરના ખાડા નહિ દેખાતા વાહન ચાલક ફસાયો હતી અને કાર ખાડામાં પડી જતાં મહામુસીબતે અન્ય લોકોની મદદે કાર બહાર કાઢવાની તજવીજ હાથ ધરાઈ હતી.જે ઘટના ને હજી સમય નહિ થયો ત્યાં હવે માર્ગ પર ખાડાઓ મોટા ભાગે વધી જતા લોકો પરેશાન બન્યા છે.ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સત્વરે બન્ને સર્વિસ રોડનું તાત્કાલિક ને યુદ્ધના ધોરણે સમારકામ અને ખાડા પુરાણ કરી ઝડપી કામગીરી કરવા સ્થાનિક લોકો સહિત વાહન ચાલકો ની માંગ ઉઠવા પામી છે.

IMG-20240917-WA0070.jpg