પાટણ
રાધનપુર
અનિલ રામાનુજ રાધનપુર
પાટણ જિલ્લાના 9 તાલુકાના 35 ગામોમાં કુલ 3326 લોકોની લોકભાગીદારી સાથે સાફ-સફાઈ કરાઈ
‘સ્વભાવ સ્વચ્છતા-સંસ્કાર સ્વચ્છતા’ થીમ સાથે સમગ્ર દેશમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન 2024 નો શુભારંભ કરવામાં આવ્યો છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા આ અભિયાન તેમજ નિર્મળ ગુજરાત 2.0 ને સાંકળી લઈને તા.31 ઓક્ટોબર સુધી સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે પાટણ જિલ્લાના તમામ તાલુકાના ગામોમાં લોકભાગીદારી સાથે સાફ-સફાઈની ઝુબેશ હાથ ધરવામાં આવી હતી.
પાટણ જિલ્લામાં કુલ 9 તાલુકામાં “પબ્લિક ટ્રાન્સપોર્ટ હબ અને હાઈવેની સફાઈ” ની મુખ્ય થીમ ઉપર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતુ. જે અંતર્ગત તમામ તાલુકાના કુલ 35 ગામોમાં કુલ 36 CTU(Clininess Target Unit), 5 બગીચાની સફાઈ, 102 kg પ્લાસ્ટિક કચરાનું એકત્રિતકરણ અને સુરક્ષિત નિકાલ તેમજ ગ્રામ્ય વિસ્તારમાં આવેલ તેમજ પસાર થતા ધોરીમાર્ગની સફાઈ તેમજ જાહેર મુખ્ય માર્ગની સાફ સફાઈ કરવામાં આવી હતી.





