Gujarat

પાટણના હાઇવે વિસ્તારમાંથી રખડતા ઢોરોની સમસ્યા નિવારવા પાટણ ધારાસભ્ય હાથમાં લાકડી લઈને મેદાનમાં ઉતર્યા..

પાટણના હાઇવે વિસ્તારમાંથી રખડતા ઢોરોની સમસ્યા નિવારવા પાટણ ધારાસભ્ય હાથમાં લાકડી લઈને મેદાનમાં ઉતર્યા..

*રાત્રે એક વાગ્યા સુધી હાઇવે વિસ્તારની પાંચ સોસાયટીઓ માંથી 27 જેટલા રખડતા ઢોરો ડબ્બે કરાયા…*

*રખડતા ઢોરોની સમસ્યા નિવારવા પાલિકાની ઢોર ડબ્બા ટીમ આંખ આડા કાન કરતી હોય લોકોમાં ભારે રોષ જોવા મળ્યો…*

પાટણ શહેરની સોસાયટી
ઓ, મહોલ્લા, પોળો અને જાહેર માર્ગો પર રખડતા ઢોરોની સમસ્યાને લઈને પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઊઠવા પામ્યા છે. તો માર્ગો પર અડિંગો જમાવેલ ઢોરો ને લઇ વાહન ચાલકો સહિત સ્થાનિક લોકો અકસ્માતનો ભોગ પણ બની રહ્યા છે તેમ છતાં પાટણનું નગરપાલિકા નું નઘરોળ તંત્ર લોકોની સમસ્યા નિવારવા આંખ આડા કાન કરી દેતા પ્રજાજનો પાલિકા પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આ રખડતાં ઢોર ની સમસ્યા દૂર કરવા સ્થાનિક રહીશો દ્રારા પાટણ ધારાસભ્ય ને રજુઆત કરતાં તેઓએ ગતરાત્રે રખડતાં ઢોર ની સમસ્યા દૂર કરવા પોતાની હાથમાં લાકડી સાથે રહીશોને લઈ માર્ગો પર ઉતરી આવતાં અને આ બનાવની જાણ પાલિકાના ઢોર ડબ્બા વિભાગ ને થતાં તેઓ પણ ચિફ ઓફિસર સહિત પોલીસ કાફલા સાથે હાઈવે વિસ્તારમાં દોડી આવ્યાં હતાં અને અંદાજીત 27 જેટલી રખડતી ગાય ને રાત્રે 1 વાગ્યા સુધી જહેમત ઉઠાવી ડબ્બે કરી હોવાનું જાણવા મળ્યું છે.પાટણ શહેરના હાઇવે માર્ગો તેમજ તેમજ અંતરિયાળ માર્ગો પર રાત્રીના સમયે રખડતા ઢોરોનો આતંક દિનની પ્રતિદિન વધવા પામ્યો છે જેને લઈને માગૅ પરથી પસાર થતાં રાહદારીઓ તેમજ વાહનચાલકોને ખૂબ જ જોખમી બનવા પામ્યું છે.

આ અંગે શહેરીજનોએ અનેક વખત રજૂઆત નગરપાલિકામાં કરી હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા રખડતાં ઢોર ની સમસ્યા દૂર કરવા આંખ આડા કાન કરતી હોવાની બાબત લઈને ગતરોજ રાત્રે શહેર ના હાંસાપુર હાઇવે માર્ગ પર રખડતા ઢોરો ના આતંકને લઈને સ્થાનિક લોકોએ પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલને જાણ કરતા તેઓ તાબડતોબ સ્થળ પર દોડી આવ્યાં હતાં અને સ્થાનિક લોકો ને સાથે રાખી હાથમાં લાકડીઓ લઇ ને આ વિસ્તારની પાંચ જેટલી સોસાયટીઓ માંથી 27 થી વધુ રખડતાં ઢોરો ને એક સોસાયટીના કોમન પ્લોટ માં લાવી પાલિકા ના ચીફ ઓફિસર ને જાણ કરતાં સફાળા જાગેલા પાલિકા તંત્રની ઢોર ડબ્બા ટીમ ચિફ ઓફિસર અને પોલીસ બંદોબસ્ત સાથે ધટના સ્થળે દોડી આવી કોમન પ્લોટ મા એકત્ર કરેલ 27 જેટલા રખડતાં ઢોર ને રાત્રે 1-00 વાગ્યા સુધી ઝુંબેશ ચલાવી પાજરે કર્યા હતા. શહેરીજનો માથી સાભળવા મળ્યાં મુજબ સવાલ એ થાય છે કે પાટણ ના ધારાસભ્ય રખડતાં ઢોરો ને પકડવા બહાર નીકળે ત્યારે જ પાલિકા તંત્ર સફાળું જાગે છે.પ્રજાજનો પાસેથી પાલિકા ડબલ વેરો વસુલ કરે છે છતાં પાલિકા ની ઢોર ડબ્બા ટીમ રખડતા ઢોરો ને પકડવા માટે આખ આડા કાન કરીની ઢોર ડબ્બા કરવાની કોઈ કામગીરી કરતુ નથી જેના કારણે સ્થાનિક લોકો મા પાલિકા પ્રત્યે રોષ પણ જોવા મળ્યો હતો.

પાટણ ધારાસભ્ય ની ઉપસ્થિતિમાં હાઇવે વિસ્તારમાંથી ગતરાત્રે ડબ્બે કરાયેલા 27 જેટલા રખડતા ઢોરોને પાલિકા હસ્તકના ઢોર ડબ્બામાં મોકલી આપ્યા હોવાનું અને આજે દિવસ દરમિયાન પણ પાલિકાની ઢોર ડબ્બા ટીમ દ્વારા ના જુદા જુદા વિસ્તારોમાં રખડતા ઢોરોને ડબ્બે કરવાની ઝુંબેશ ચાલુ હોવાનું પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર નીતિન બોડાતે જણાવ્યું હતું.

રિપોર્ટ: અનિલ રામાનુજ પાટણ

IMG-20240919-WA0039-0.jpg IMG-20240919-WA0040-1.jpg IMG-20240919-WA0041-2.jpg