Gujarat

નેશનલ લેવલે બેંચ પ્રેસ માં ગોલ્ડ અને પાવર લિફટીગ માં સિલ્વર મેડલ મેળવી ભરૂચ વડદલા ગામની સમસલ પટેલ બની ચેમ્પિયન

નારી શક્તિને પુરવાર કરતી ભરૂચ ના નાનકડા ગામ વડદલા ની સમસલ પટેલ બની ગોલ્ડ અને સિલ્વર મેડલિસ્ટ
વડદલા ગામ માં ચેમ્પિયન સમસલ પટેલ પરત ફરતા આતશબાજી સાથે ભવ્ય સ્વાગત કરાયું..
હરિયાણા રાજ્યના સોનપત માં 13 થી 16 સપ્ટેમ્બર ના રોજ આયોજિત નેશનલ સિનિયર એન્ડ માસ્ટર પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ એન્ડ નેશનલ બેંચ પ્રેસ ચેમ્પિયનશિપ 2024 માં સમગ્ર ભારત દેશની અલગ અલગ રાજ્ય ની યુવતી ઓ એ આ પ્રતિયોગીતામાં ભાગ લીધો હતો જેમાં ભરૂચ ના નાનકડાં ગામ વડદલા ની સમસલ પટેલે પણ ભાગ લીધો હતો આ ચેમ્પિયનશિપમાં સમસલ પટેલે એક ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવી ચેમ્પિયન બની રાષ્ટ્રીય સ્તરે ભરૂચ જિલ્લા અને વડદલા ગામનું નામ રોશન કર્યું હતું.
આ સ્પર્ધામાં ભાગ લેનાર ગુજરાત ની એકમાત્ર સમસલ યુવતી હતી..જ્યાં સમસલ પટેલે ઉત્કૃષ્ટ દેખાવ કરતાં 47 kg માં  બેન્ચ પ્રેસ માં ગોલ્ડ અને પાવર લીફ્ટિંગ માં સિલ્વર મેડલ મેળવી રાષ્ટ્રીય સ્તરે ભરુચ જિલ્લા નું નામ રોશન કર્યું છે.હરિયાણા ખાતે ઉત્કૃષ્ટ દેખાવ કરી સમસલ પટેલ વડદલા પરત ફરતા ગામ માં અનેરો ખુશી નો માહોલ જોવા મળી રહ્યો હતો..તેના માતા પિતા સહિત સ્વજનો એ આતશબાજી કરી તેનું પુષ્પ માળા સાથે સ્વાગત કરી  ભવ્ય ઉજવણી કરી હતી.
રાષ્ટ્રીય કક્ષા ની સ્પર્ધા માં ભરુચ જિલ્લા નું નામ રોશન કરનાર સમસલ પટેલ તેના દેખાવ થી અત્યંત ખુશ હોવા સાથે તે માટે તેને ફિટનેસ સ્ટુડિયો જીમ ના તેના ટ્રેનર હર્ષિલ પટેલ તેમજ એક દીકરી ને આ માટે સપોર્ટ કરનાર તેના માતાપિતા પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી તેની સફળતાનો જશ તેના માતા પિતા અને કોચને આપ્યો હતો જ્યારે દેશની નારી શક્તિને પણ એક મેસેજ આપ્યો છે કે મહેનત કરશો તો સફળતા અવશ્ય મળશે…..
વિરલ ગોહિલ, ભરૂચ