Gujarat

સલામત સવારી એસટી અમારી એસટી તંત્ર આ સૂત્રો વાપરે છે. પરંતુ છોટાઉદેપુર જિલ્લામાં ખરા અર્થમાં આ સૂત્રો સાર્થક થાય છે ખરા?

છોટાઉદેપુર જિલ્લામાં હજુ પણ કેટલાક એવા વિસ્તારો છે, ત્યાં એસટી બસો સમયસર પહોંચતી નથી. એસટી તંત્રની બેદરકારીને કારણે આદિવાસી બાળકોને તકલીફ પડી રહી છે.
છોટાઉદેપુરના કુંડલ પાવી જેતપુર એસ.ટી.બસમાં કેપેસીટી કરતા વધુ પેસેન્જર બેસાડ્યાનો વિડીઓ થયો વાઈરલ થયો હતો, બસમાં 115 પેસેન્જર બેસાડ્યા.
છોટાઉદેપુર જીલ્લાના કુંડલથી પાવી જેતપુરના વચ્ચે ચાલતી એસ.ટી.બસમાં કેપેસીટી કરતા વધારે પેસેન્જર બેસાડ્યા હોવાનો વિડીઓ વાઇરલ થયો છે.છોટાઉદેપુર જીલ્લામાં અંતરિયાળ વિસ્તારમાં ટ્રાન્સપોર્ટેશનનું પૂરતી વ્યવસ્થા ન હોવાને કારણે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઉપરાંત સ્થાનિક લોકોને તાલુકા મથકે જવા માટે ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અને એક જ એસ.ટી.બસમાં હકડેઠઠ ભીડ ભરીને લઇ જતાનાઓ વિડીઓ સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે.
આ વિડીઓ એક જાગૃત નાગરિક દ્વારા બનાવાવમાં આવ્યો છે. આ બસમાં એટલી હદે પેસેન્જર બેસાડવામાં આવ્યા છે. કે બેઠેલા પેસેન્જર ને શ્વાસ લેવાની પણ મુશ્કેલી પડે તે હાલતમાં શાળાના વિદ્યાર્થીઓ અને સ્થાનિક પેસેન્જર બેઠેલા નજરે પડે છે. જાગૃત નાગરિક દ્વારા બસમાં બેસેલ પેસેન્જર બાબતે કંડકટરને પૂછતા તેને 115 પેસેન્જર બેઠા હોવાનું જણાવ્યું હતું. આ વિસ્તારમાં બસની કેપેસીટી માંડ 35 થી 40 પેસેન્જરની છે.
 
જેમાં 115 પેસેન્જર બેસાડી દેતા પેસેન્જર ભારે હાલાકીમાં સફર કરવા મજબૂર બન્યા છે. મહત્વની વાત એ છે કે જીલ્લાના અંતરિયાળ વિસ્તારમાં ટ્રાન્સપોર્ટેશન ની ખુબ જ તકલીફ જોવા મળે છે, દિવસમાં માંડ એકાદ બસ આવતી હોવાના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર