Gujarat

ગીર સોમનાથ જિલ્લાનું ગૌરવ વધાર્યું

પ્રાચી તીર્થ.
સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત અને ગુજરાત રાજ્ય કુસ્તિ સંઘ દ્વારા સિનિયર વયજુથ ભાઈઓ-બહેનોની ગુજરાત રાજ્ય કુસ્તી સ્પર્ધાનુ આયોજન દેવગઢ બારીયા ખાતે  તા.૧૨-૦૯-૨૪ થી૧૩-૦૯-૨૪ દરમ્યાન કરવામાં આવેલ છે જેમા ગીર-સોમનાથ ના  સુત્રાપાડા તાલુકા ના પ્રાચી તીર્થ ખાતે આવેલ શ્રી કે.કે.મોરી સ્કૂલ પર ચાલતા ખેલો ઇન્ડિયા સેન્ટરની ગોહિલ રક્ષાબેને (50કિલો)માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સિલ્વર મેડલ તેમજ ચૌહાણ મનાલીબેને (53કિલો)માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સિલ્વર મેડલ અને પરમાર જંખનાબેને (57કિલો) મા સિલ્વર મેડલ મેળવી ગીર-સોમનાથ જિલ્લાનું ગૌરવ વધાર્યુ હતું આ ત્રણેય બહેનોને ખુબ-ખુબ અભિનંદન સહ ઉજ્જવલ કારકીર્દી માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી