Gujarat

શ્રી જે.એમ. પાનેરા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં હિન્દી સપ્તાની ભવ્ય ઉજવણી 

શ્રી માણાવદર કેળવણી મંડળ સંચાલિત શ્રી જે. એમ. પાનેરા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ માણાવદરના હિન્દી વિભાગ દ્વારા હિન્દી સપ્તાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તારીખ 14 – 9 – 2024 થી તારીખ 19 – 9 – 2024 દરમિયાન હિન્દી ભાષામાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 14 – 9 – 2024 ના રોજ સુલેખન સ્પર્ધા, તારીખ 17 -9 – 2024 ના રોજ શ્રૃત લેખન સ્પર્ધા તારીખ 18 – 9 – 2024 ના રોજ નિબંધ લેખન સ્પર્ધા તેમજ તારીખ 19 – 9 – 2024 ના રોજ વકૃત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉપરોક્ત વિવિધ સ્પર્ધાઓમાં કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આજ રોજ તારીખ 19 – 9 – 2024 ના રોજ યોજાયેલ વકૃત્વ સ્પર્ધા તથા સમાપન સમારંભમાં કોલેજના સંસ્થાપક શ્રી જેઠાભાઈ પાનેરા, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા માણાવદરના મેનેજર શ્રી વિકાસ કુમાર સાહેબ, અધિકારી શ્રી ભાવેશભાઈ તથા એન.સી.સી.ના કમાન્ડિંગ ઓફિસર શ્રીકુમાર પિલ્લાઈ સાહેબ તથા કોલેજનો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
વિવિધ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમે વિજેતા સ્પર્ધકોને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા તરફથી શિલ્ડ તથા શ્રી જેઠાભાઈ પાનેરા તરફથી રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કોલેજના પ્રિન્સિપાલ ડો. એમ. કે. મેતરા સાહેબે હિન્દી સપ્તાહમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. સી.એલ. ગોસાઈ સાહેબે કર્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કોલેજના સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી….
તસવીર અહેવાલ  જીજ્ઞેશ પટેલ માણાવદર