છોટાઉદેપુર એસટી ડેપો ખાતે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત એસટી ડેપો ખાતે સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી. છોટાઉદેપુર એસટી ડેપોના સિનિયર ડેપો મેનેજરે આપેલી માહિતી પ્રમાણે એસટી ડેપો ખાતે સાફ-સફાઈ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે. કે એસટી ડેપો ખાતે રોજેરોજ ખૂબ જ મોટી સંખ્યામાં મુસાફરો આવતા હોય છે. અને ત્યાં ગંદકી જોવા મળતી હોય છે. જેને લઇને હાલ એસટી તંત્ર અને નગર પાલિકા દ્વારા સાફ સફાઈ કરવામાં આવી રહી છે. મહત્વની વાત એ છે કે એસટી ડેપો ખાતે હાલ સાફ સફાઈ ચાલતી હોય જેને લઇને મુસાફરોમાં પણ ખુશી જોવા મળી છે.

એસટી ડેપોના સિનિયર ડેપો મેનેજર જે.આર.બુચે જણાવ્યું હતું કે હાલ સ્વછતા હી સેવા કાર્યક્રમ ચાલી રહ્યો છે.15 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી અભિયાન ચાલવાનું છે. અને છોટાઉદેપુર નગર પાલિકાના સહયોગથી વધારાના સફાઈ કામદારોને બોલાવીને સંપૂર્ણ એસટી ડેપોની સફાઈ કરવામાં આવી રહી છે. અને વઘુમાં તેઓએ જણાવ્યું હતું કે જે મુસાફરો બસમાં મુસાફરો કરે છે. અને બસ સ્ટેન્ડમાં હાજર હોય છે. જેવો જ્યાં ત્યાં કચરો ન ફેકે અને બસ સ્ટેશન અને બસમાં ગંદકી ન કરી અને ડસ્ટબીનમાં કચરો નાખે તેવી પણ તેઓએ અપીલ કરી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

