પાટણ ખાતે જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ
પાટણ જિલ્લા સેવા સદનના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરીયાદ નિવારણ સમીતિની બેઠક યોજાઇ હતી. જેમાં વિવિધ મુદ્દાઓને લઇને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં ધારાસભ્યઓના પ્રશ્નો પરત્વે રેલ્વે, નગરપાલિકા, માર્ગ અને મકાન વિભાગ, આવાસ યોજના સહિતના વિભાગો તરફથી પાઠવેલ જવાબો સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં વિવિધ વિભાગોને લોકો તરફથી મળેલ અરજીઓનો નિકાલ, નિવૃત થયેલ સરકારી કર્મચારીઓના પડતર પેન્શન કેસની વિગતો વગેરે જેવા વિવિધ વિભાગોને સંલગ્ન પ્રશ્નોની જિલ્લા કલેકટર દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં પાટણ ધારાસભ્ય ડૉ. કિરીટભાઇ પટેલ, ચાણસ્મા ધારાસભ્ય દીનેશજી ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, જિલ્લા વિકાસ અધિકારી બી.એમ.પ્રજાપતિ, પોલીસ વડાશ્રી ડૉ. રવીન્દ્ર પટેલ, નિવાસી અધિક કલેક્ટર બી.એસ.પટેલ, મદદનીશ કલેકટર રાજેશકુમાર મોર્ય અને કુ. હરિણી કે.આર, પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ સહિત સંકલન સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



