પાટણ..
અનિલ રામાનુજ પાટણ..
આગામી દિવસોમાં બિન રાજકીય રીતે સલામત પાટણ અભિયાન શરૂ કરાશે : ધારાસભ્ય.
શહેરમાં રખડતા ઢોરોની સમસ્યા નિવારવા સતત ત્રીજી રાત્રે પણ પાટણ ધારાસભ્ય હાઈવે માગૅ પર નિકળ્યા..
૧૦૦ થી વધુ રખડતાં ઢોર પાજરે કરી ઢોર ડબ્બામાં મોકલી અપાયા..
ગુજરાત ના દરેક ગામડાઓથી લઈ મેટ્રો શહેરના લોકો રખડતા ઢોરની સમસ્યાનો સામનો કરી રહ્યા છે ત્યારે પાટણ શહેર પણ તેમાંથી બાકાત નથી. પાટણ શહેરમાં રસ્તાઓ પર રખડતા ઢોરના અડિંગાના કારણે અવારનવાર અકસ્માતના બનાવો બની રહ્યા છે. ત્યારે શહેરીજનો દ્વારા ધારાસભ્યને આ બાબતે જાણ કરતા ખુદ પાટણ ધારાસભ્ય ડો.કિરીટ પટેલ છેલ્લા ત્રણ દિવસ થી રાત્રે લાકડી સાથે રસ્તા પર ઉતર્યા છે તેઓની સાથે સ્થાનિક લોકો અને પાલિકા અને પોલીસ તંત્રની ટીમ પણ જોડાઈ
શહેરના હાસાપુર હાઈવે પરથી રખડતા ઢોરને પાંજરે પુયૉ હતા.
પાટણ ધારાસભ્ય ડો. કિરીટ પટેલે જણાવ્યું હતું કે આગામી સમય માં સૌને સાથે રાખીને બિન રાજકીય રીતે સલામત પાટણ અભિયાન શરૂ કરવામાં આવશે.
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં રખડતા પશુઓનો ત્રાસ અસહ્ય બન્યો છે. છાશવારે હાઇવે માર્ગો ઉપર રસ્તે રખડતા પશુઓને કારણે નાના-મોટા અકસ્માતના બનાવો પણ પ્રકાશમાં આવે છે. તો બીજી તરફ મોહલ્લા, પોળ અને સોસાયટીઓમાં તેમજ શહેરના જાહેર માર્ગો ઉપર રસ્તે રખડતા પશુઓની અડફેટે અનેક લોકો ઘાયલ થયા છે. છતાં પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા રસ્તે રખડતા પશુઓને ડબ્બે પુરવાની કરવાની કામગીરી યોગ્ય રીતે કરવામાં આવતી ન હોવાને કારણે શહેરના મુખ્ય માર્ગો, હાઈવે માર્ગો તેમજ મોહલ્લા, પોળ અને સોસાયટી વિસ્તારો
માં રખડતા પશુઓનો અડીંગો જોવા મળી રહ્યો છે.
ત્યારે શહેરના હાશાપુર હાઇવે માર્ગ પર રખડતા ઢોરના ટોળાઓના ત્રાસથી વિસ્તારના પાટીદાર સમાજ ના યુવાનો ઠાકોર સમાજ ના યુવાનો સાથે રાત્રે પાટણ ધારાસભ્ય ડો. કિરીટ પટેલ અને નગરપાલિકા ટીમ સાથે પોલીસ બંદોબસ્ત વચ્ચે હાશાપુર હાઈવે પર આવી ગયા હતા અને હાઇવે પરના ૧૦૦ જેટલા પશુઓને નજીકની એક સોસાયટીમાં એકત્ર કરી બાદમાં આ ઢોરોને નગરપાલિકાના પાંજરામાં પૂરીને ડબ્બે કર્યા હતા.
ધારાસભ્ય ડો.કિરીટ પટેલે રખડતાં ઢોર મામલે જણાવ્યું હતું કે હાંસાપુર ગામના પાટીદાર અને ઠાકોર સમાજના 70 થી વધુ યુવાનો અને વડીલો આ અભિયાનમાં જોડાયા
હતા અને 100 જેટલા રખડતા પશુઓ પકડી પાંજરે પૂર્યા છે તો
આગામી સમયમાં પાટણ ની તમામ સેવાકીય સંસ્થાઓ, વેપારીઓ ,સોસાયટી ના રહીશો અને ઉત્સાહી યુવાનો ને સાથે લઈ બિનરાજકીય રીતે માય પાટણ, સેફ પાટણ ક્લીન પાટણ ગ્રીનપાટણ અભિયાન અતર્ગત પાટણ માં રખડતા ઢોર પકડવા અને પાટણ ને સલામત, સ્વચ્છ અને હરિયાળુ બનાવવા અભિયાન શરૂ કરવામાં આવશે. જેમાં પાટણની જનતા, યુવાનો અને સંસ્થાઓને સહયોગ આપવા તેઓએ વિનતી સાથે અપીલ કરી છે.



